KGF ચૅપ્ટર 2માં રવીના ટંડનની થઈ એન્ટ્રી

Published: Feb 10, 2020, 14:53 IST | Mumbai Desk

રવીના સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને પ્રશાંત નીલે ટ્વીટ કર્યું હતું કે ‘ડેથ વૉરન્ટ ઇશ્યુ કરનાર મહિલા આવી ગઈ છે. રવીના ટંડન મૅમ તમારું ઉમળકાભેર સ્વાગત છે.’

રવીના ટંડન ‘KGF ચૅપ્ટર 2’માં જોવા મળવાની છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર યશ અને શ્રીનિધિ શેટ્ટીની સાથે જ સંજય દત્ત પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. ડિરેક્ટર પ્રશાંત નીલે આ ફિલ્મમાં રવીનાની એન્ટ્રી થવાની જાહેરાત કરી હતી. રવીના સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને પ્રશાંત નીલે ટ્વીટ કર્યું હતું કે ‘ડેથ વૉરન્ટ ઇશ્યુ કરનાર મહિલા આવી ગઈ છે. રવીના ટંડન મૅમ તમારું ઉમળકાભેર સ્વાગત છે.’

તો સામે આ ટ્વીટ પર રિપ્લાય આપતાં રવીના ટંડને ટ્વીટ કર્યું હતું કે આ ટીમ સાથે કામ કરવાની મને પણ ખુશી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK