મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર પર વેબ-શો બનાવશે રવીના ટંડન

Updated: Jan 22, 2020, 13:10 IST | Mumbai

રવીના ટંડન મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર પર વેબ-શો બનાવવાની છે.

રવીના ટંડન
રવીના ટંડન

રવીના ટંડન મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર પર વેબ-શો બનાવવાની છે. આ વેબ-શોની સ્ટોરી તેણે લખી છે અને એને પ્રોડ્યુસ પણ કરશે. આ શોને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ શોને લઈને રવીનાએ કહ્યું હતું કે ‘આ સ્ટોરી પર મેં સખત મહેનત કરી છે અને એને દુનિયા સમક્ષ લાવવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. આ વેબ-સિરીઝની સ્ટોરી ખૂબ જ દિલચસ્પ છે અને મને એ વાતની પૂરી ખાતરી છે કે દર્શકોને એ પોતાની સીટ પર જકડી રાખશે. એનો કોન્સેપ્ટ મેં એકદમ અલગ રાખ્યો છે અને એથી આશા રાખું છું કે લોકોને પણ એ ખૂબ ગમશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK