Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રવીના ફરી ફુલ ફૉર્મમાં

રવીના ફરી ફુલ ફૉર્મમાં

02 October, 2012 05:24 AM IST |

રવીના ફરી ફુલ ફૉર્મમાં

રવીના ફરી ફુલ ફૉર્મમાં




રવીના ટંડને પાંચ વર્ષના બ્રેક પછી ફરી બૉલીવુડમાં કમબૅક કર્યું છે ત્યારે તેની લેટેસ્ટ ફિલ્મ ડિરેક્ટર સુદીપ્તો ચૅટરજીની ‘શોભના ૭ નાઇટ્સ’ નામની ફિલ્મ માટે અમેરિકાના હ્યુસ્ટન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ઍક્ટ્રેસનું નૉમિનેશન મળ્યું છે જેનાથી એ બહુ ખુશ છે. હાલમાં રવીના પોતાની આ ફિલ્મના પ્રચાર માટે ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવામાં વ્યસ્ત છે.

પોતાની લાગણી વિશે વાત કરતાં રવીના કહે છે, ‘આ ફિલ્મને શિકાગો ફિલ્મ ફેસ્ટિવલની ફાઇનલ ફિલ્મોમાં દેખાડવામાં આવી હતી અને હ્યુસ્ટન ફિલ્મ ફેસ્ટિવલની ફાઇનલ ફિલ્મોમાં પણ એનો સમાવેશ થયો છે. મને ‘શોભના ૭ નાઇટ્સ’ માટે હ્યુસ્ટન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ઍક્ટ્રેસનું નૉમિનેશન પણ મળ્યું છે. મારા માટે આ વાત બહુ મહત્વની છે. ઍક્ટ્રેસ તરીકે મેંે ઘણી હિટ ફિલ્મો આપી છે, પણ વૈશ્વિક સ્તરે તમારા કામની પ્રશંસા થાય તો એનો આનંદ અલગ જ હોય છે. આ ફિલ્મમાં હું કૉલમનિસ્ટ અને લેખિકાના રોલમાં છું. ફિલ્મમાં તેનો અને બૉલીવુડના સંઘર્ષશીલ ઍક્ટરનો રોમૅન્સ દેખાડવામાં આવ્યો છે.’



Whatsapp-channel Whatsapp-channel

02 October, 2012 05:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK