Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Times 50 Most Desirable Menમાં પહેલીવાર ગુજરાતી ફિલ્મ એક્ટરનો સમાવેશ

Times 50 Most Desirable Menમાં પહેલીવાર ગુજરાતી ફિલ્મ એક્ટરનો સમાવેશ

24 August, 2020 04:23 PM IST | Mumbai
Keval Trivedi

Times 50 Most Desirable Menમાં પહેલીવાર ગુજરાતી ફિલ્મ એક્ટરનો સમાવેશ

રોનક કામદાર

રોનક કામદાર


તાજેતરમાં જ Times 50 Most Desirable Menની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતના 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આ યાદીમાં રૅન્કિંગ ઓનલાઈન પોલ દ્વારા થાય છે. જોકે ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે આ યાદીમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા રોનક કામદાર ( Raunaq Kamdar) નો સમાવેશ છે.

 
 
 
View this post on Instagram

Thank you @timesofindia India’s top 50 most desirable... #raunaqkamdar #timesofindia #grateful

A post shared by Raunaq Kamdar (@raunaqkamdar) onAug 22, 2020 at 9:19pm PDT




રોનક કામદાર ‘હવે થાસે બાપ રે’, ’ફેમિલી સર્કસ’, ’તું તો ગયો’, ’હુતુતુતુ આવી રમતની ઋતુ’ જેવી ફિલ્મોથી લાઈમલાઈટમાં આવ્યા છે. તેમણે Times 50 Most Desirable Menની યાદીમાં આવવા બાબતે ઈન્સ્ટાગ્રામમાં લખ્યું કે, એક ફેનએ મને મેસેજ કરતા ખબર પડી કે હું આ યાદીમાં છું.

આ પણ વાંચોઃ રામ મોરીની ટૂંકી વાર્તા ‘એકવીસમું ટિફિન’ હવે ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ બનશે


તેમ જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું આશ્ચર્યમાં પડી ગયો હતો. કારણ કે, મને નથી લાગતું કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ આવા પ્રકારની યાદીમાં પોતાનો સમાવેશ થશે એવો વિચાર કરતો હશે. જોકે હવે સાબિત થાય છે કે મુખ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મોને નોટિસ કરે છે. આ વખતે ભલે મારું એકલાનું નામ હોય પણ મને વિશ્વાસ છે કે આવતા વર્ષે આ યાદીમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકોનું નામ હશે કેમ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ગુડ લુકિંગ અભિનેતાઓ છે. આ યાદીમાં આવવું એવું કોઈ ફોકસ તો હતું નહીં, પણ હું ખુશ છું કે મને આને કાબેલ ગણવામાં આવ્યો.’

આ પણ જુઓઃ રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

આ યાદીમાં રોનક કામદાર 46માં ક્રમાંકે છે, જ્યારે પહેલા ક્રમે શાહીદ કપૂર(Shahid Kapoor), બીજા ક્રમે રણવિર સિંહ (Ranveer Singh), તે પછી વિજય દેવરાકોંડા (Vijay Devarakonda), વિકી કૌશલ (Vicky Kaushal), વિરાટ કોહલી (Virat Kohli) વગેરેનો સમાવેશ છે. રોનક કામદાર રામ મોરી અને વિજય ગીરી ફિલ્મોસના નેક્સ્ટ કોલાબરેશન એકવીસમું ટિફિનમાં જોવા મળશે. 

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 04:23 PM IST | Mumbai | Keval Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK