ફરીથી આવી રહી છે રતન રાજપૂત

Published: Sep 04, 2020, 19:36 IST | Rashmin Shah | Mumbai

થોડા સમય માટે સાવ ગાયબ થઈ ગયેલી ઍક્ટ્રેસ હવે ‘સંતોષી માં સુનાએં વ્રત કથાએં’માં ફરીથી જોવા મળશે

રતન રાજપૂત
રતન રાજપૂત

એક સમયે ટીવી-સ્ક્રીન પર જબરદસ્ત તોફાન મચાવી દેનારી રતન રાજપૂત આવતા સમયમાં ઍન્ડ-ટીવીના શો ‘સંતોષી માં સુનાએં વ્રત કથાએં’માં ફરીથી જોવા મળશે. સિરિયલની આ બીજી સીઝન છે. રતન પહેલી સીઝનમાં પણ જોવા મળી હતી. રતને પોતાના કૅરૅક્ટર માટે કહ્યું હતું કે ‘હું સંતોષી માનો અંશ છું અને માત્ર સ્વાતિને મદદ કરવા માટે આવી છું. સ્વાતિ સંતોષી માની ભક્ત છે. હવેની જે વાત છે એ વાતમાં ભક્ત અને દેવીમા વચ્ચેના સંબંધોની વાત છે. મા કેવી રીતે પોતાના ભક્તને મદદ કરવાના રસ્તા કાઢે છે એ વાત વાર્તામાં દેખાશે.’

રતન રાજપૂત છેલ્લા થોડા સમયથી બિલકુલ ગાયબ હતી. રતન રાજપૂતે કહ્યું કે ‘પર્સનલ કારણસર મારી પાસે પુષ્કળ કામ હોવા છતાં મારે દૂર જવું પડ્યું હતું. આ પિરિયડમાં મેં મારા ફાધર પણ ગુમાવ્યા અને લૉકડાઉનના પિરિયડમાં બિહારના એક નાનકડા ગામમાં સાવ એકલી રહીને પણ હું લાઇફ જીવી. હવે હું પાછી આવી ગઈ છું અને મારી આ નવી જર્ની સંતોષી માના વિષય પર આધારિત સિરિયલ સાથે થાય છે એની મને ખુશી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK