Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ અને ડિજિટલ પ્લૅટફૉર્મ વચ્ચેની કડી બનશે Zee5

ફિલ્મ અને ડિજિટલ પ્લૅટફૉર્મ વચ્ચેની કડી બનશે Zee5

24 September, 2019 01:31 PM IST | રાજકોટ
રશ્મિન શાહ

ફિલ્મ અને ડિજિટલ પ્લૅટફૉર્મ વચ્ચેની કડી બનશે Zee5

Zee5

Zee5


ડિજિટલ પ્લૅટફૉર્મ પર અગ્રેસિવ બની રહેલા Zee5એ બૉલીવુડ અને ડિજિટલ પ્લૅટફૉર્મનું ગજબનાક સંગમ શોધી લીધું છે. Zee5 આગામી સમયમાં આવનારી મેગા બજેટ ફિલ્મના મેકિંગ પર ફિલ્મ બનાવશે અને એ પ્રોજેક્ટ કેવી રીતે ડિઝાઇન થયો, પ્રોજેક્ટ દરમ્યાન કેવી-કેવી અડચણ આવી અને પ્રોજેક્ટ પૂરો કરતી વખતે કેવી તકલીફ પડી એના પર બેથી સવા‍બે કલાકની ફિલ્મ બનાવશે જે ફિલ્મ એના ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે.

આ પ્રકારની મેકિંગ ફિલ્મોથી નૅચરલી ફિલ્મને લાભ થશે તો સાથોસાથ ફિલ્મ મેકિંગમાં જેને ઇન્ટરેસ્ટ છે એ લોકો ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ આકર્ષાશે એવી ધારણા Zee5એ મૂકી છે. મેકિંગ-ફિલ્મ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં રિલીઝ થશે, જેથી ફિલ્મનું માર્કેટિંગ આપોઆપ થવાનું શરૂ થશે.



Zee5 શરૂઆતના તબક્કે ઝી સ્ટુડિયોના બૅનર હેઠળ બનનારી ફિલ્મોનું મેકિંગ બનાવશે તો સાથોસાથ ફોક્સ સ્ટાર સાથે પણ કંપનીને ટાઇઅપ થયું છે એટલે એ ફિલ્મોનું પણ મેકિંગ હવે ફિલ્મી ઢબે તૈયાર થઈ શકશે.


આ પણ વાંચો : વેબ - શો રિવ્યુ: ધ ફૅમિલી મૅન - સામાન્ય વ્યક્તિનો ઇન્ટેલિજન્સ હીરો

મેકિંગ જોનારો એક ખાસ વર્ગ છે જેને ફિલ્મની સાથોસાથ ફિલ્મ-મેકિંગની વાતો જાણવામાં પણ ખૂબ ઇન્ટરેસ્ટ છે. આ વર્ગને આકર્ષવા માટે આ સેગમેન્ટ ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફિલ્મ-મેકિંગના આ સેગમેન્ટને ‘રિફીલ’ ટાઇટલ આપવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 01:31 PM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK