સ્ટાર્ટઅપ મેનિયાનાં અપ્સ ઍન્ડ ડાઉન દેખાડશે નેટફ્લિક્સની અપસ્ટાર્ટ્‌સ

Updated: Jan 22, 2020, 19:01 IST | રશ્મિન શાહ | રાજકોટ

ત્રણ ફ્રેન્ડના આ સાહસમાં એક ફ્રેન્ડનું કૅરૅક્ટર કરશે યે ઉન દિનોં કી બાત હૈ ફેમ પ્રાચી જોષી

પ્રાચી જોષી
પ્રાચી જોષી

અત્યારે સ્ટાર્ટઅપનું અઢળક બોલાઈ રહ્યું છે ત્યારે નેટફ્લિક્સ સ્ટાર્ટઅપની દુનિયાની ચડતીપડતી દેખાડતી વેબ-સિરીઝ ‘અપસ્ટાર્ટ્સ’ લાવશે. ‘અપસ્ટાર્ટ્સ’માં ત્રણ ફ્રેન્ડની વાત છે, જે ત્રણેત્રણ નાના શહેરમાંથી મુંબઈ આવે છે અને કરીઅરની શરૂઆત એક સ્ટાર્ટઅપથી કરે છે, પણ એ સ્ટાર્ટઅપ દરમ્યાન અઢળક પ્રકારની પરીક્ષા પણ લેવાય છે અને એમાં ત્રણેત્રણની દોસ્તી પણ કફોડી હાલતમાં મુકાઈ જાય છે. ‘અપસ્ટાર્ટ્સ’ની પહેલી ફ્રેન્ડ પ્રોડ્યુસર રાજા મેનનને મળી ગઈ છે.

આ પણ વાંચો : hoichoi લાવશે ગુજરાતી કન્ટેન્ટ

સોની ટીવીની સુપરહિટ સિરિયલ ‘યે ઉન દિનોં કી બાત હૈ’ ફેમ પ્રાચી જોષી ત્રણમાંથી એક ફ્રેન્ડનું કૅરૅક્ટર કરે છે, જે ફ્રેન્ડનો સ્ટાર્ટઅપનો વિચાર છે. નાના શહેરમાંથી આવેલી છોકરી કેવી રીતે મુંબઈને પોતાનું બનાવે છે અને તકલીફો વચ્ચે કેવા રસ્તા શોધીને આગળ વધતી જાય છે એ પ્રાચીનું કૅરૅક્ટર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK