સુપર Vનો ઑરિજિનલ આઇડિયા હતો અનુષ્કાનો

Published: Oct 24, 2019, 13:51 IST | રશ્મિન શાહ | રાજકોટ

વિરાટ કોહલી પરથી ડિઝાઇન થયેલા અને સ્ટાર નેટવર્ક પર રિલીઝ થનારા સુપરપાવર શો ‘સુપર V’ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

વિરાટ કોહલી પરથી ડિઝાઇન થયેલા અને સ્ટાર નેટવર્ક પર રિલીઝ થનારા સુપરપાવર શો ‘સુપર V’ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે ત્યારે એ સામે આવ્યું છે કે વિરાટને સુપરપાવર કૅરૅક્ટરમાં રજૂ કરવાનો વિચાર બીજા કોઈનો નહીં, પણ અનુષ્કા શર્માનો હતો.

kohli

અનુષ્કાએ આ આઇડિયા વિરાટ પાસે રજૂ કર્યો અને વિરાટ જ્યારે સ્ટાર નેટવર્ક પાસે બેઠો હતો ત્યારે શરમાતાં-શરમાતાં તેણે આ વાત મૂકી હતી. સ્ટાર નેટવર્કની ક્રીએટિવ ટીમની ઇચ્છા વિરાટ કોહલી પર ડોક્યુમેન્ટરી બનાવવાની હતી, જેની એ સમયે વિરાટની ઇચ્છા નહોતી.

વિરાટ કોહલીના આ સુપરપાવર કૅરૅક્ટર ‘સુપર V’માં તેની ઉંમર ૧૫ વર્ષની દેખાડવામાં આવી છે. ૧૫ વર્ષની ઉંમરના આ વિરાટ કોહલીનો અવાજ નૅચરલી આજના વિરાટ જેવો નથી, પણ જે વિરાટને નજીકથી ઓળખે છે એ બધા ‘સુપર V’નો અવાજ સાંભળીને હેબતાઈ ગયા છે, કારણ કે ‘સુપર V’નો અવાજ વિરાટ કોહલી જ્યારે ૧૫ વર્ષનો હતો અને જેવો તેનો અવાજ હતો એવો જ રાખવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK