Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ચાર્લ્સ/પ્રિન્સ દર્શાવશે ઠગ ચાર્લ્સ શોભરાજનો કરિશ્મા

ચાર્લ્સ/પ્રિન્સ દર્શાવશે ઠગ ચાર્લ્સ શોભરાજનો કરિશ્મા

24 January, 2020 02:50 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ચાર્લ્સ/પ્રિન્સ દર્શાવશે ઠગ ચાર્લ્સ શોભરાજનો કરિશ્મા

ચાર્લ્સ શોભરાજ

ચાર્લ્સ શોભરાજ


આંતરરાષ્ટ્રીય ઠગ ચાર્લ્સ શોભરાજની લાઇફ પર આધારિત ‘ચાર્લ્સ/પ્રિન્સ’ વેબ-સિરીઝમાં ચાર્લ્સ શોભરાજે ઇન્ડિયામાં કેવાં કરતૂત કર્યાં અને કેવી રીતે તે ઇન્ડિયામાં પકડાયો એ વાત પર ફોકસ કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ અને ગોવામાં ચાર્લ્સ શોભરાજે કઈ રીતે છોકરીઓને પોતાની તરફ આકર્ષિત કરી અને પોતાનું કામ તેમની પાસેથી કઢાવી લેતો એ વાત આ વેબ-સિરીઝના સેન્ટરમાં છે. આઠ એપિસોડની આ વેબ-સિરીઝમાં કુલ સાત ઍક્ટ્રેસ લેવામાં આવશે જે સાતેસાત ચાર્લ્સની લાઇફમાં આવેલી મહિલાઓનાં કૅરેક્ટર કરશે. ચાર્લ્સ શોભરાજ અને એક ઇન્સ્પેક્ટરનું કૅરેક્ટર પણ વેબ-સિરીઝમાં મહત્વપૂર્ણ બનશે.

આ પણ વાંચો : વેબ-સિરીઝ માટે રિયલ પોલીસ પાસેથી ટિપ્સ લીધી હતી અંગદ બેદીએ



ચાર્લ્સ શોભરાજને પકડીને તિહાડ જેલમાં રાખવામાં આવ્યો અને ત્યાંથી તે ફરી વખત ભાગ્યો એ આખા મુદ્દાને સેકન્ડ સીઝનમાં સમાવવામાં આવશે. ‘ચાર્લ્સ/પ્રિન્સ’ અશોક પંડિતના પ્રોડક્શન હાઉસમાં બનાવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 02:50 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK