Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેટફ્લિકસ માટે મીરા નાયર બનાવશે લેસ્બિયન રિલેશનશિપ પર સિરીઝ

નેટફ્લિકસ માટે મીરા નાયર બનાવશે લેસ્બિયન રિલેશનશિપ પર સિરીઝ

23 January, 2020 04:04 PM IST | રાજકોટ
રશ્મિન શાહ

નેટફ્લિકસ માટે મીરા નાયર બનાવશે લેસ્બિયન રિલેશનશિપ પર સિરીઝ

મીરા નાયર

મીરા નાયર


ફિલ્મો બનાવવા માટે પોપ્યુલર એવી મીરા નાયર હવે નેટફ્લિક્સ માટે વેબ સિરીઝ બનાવશે. આ વેબ સિરીઝ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર એટલે કે ભારતસહિતના નેટફ્લિક્સના સર્વર પર પણ રહેશે.

વેબ સિરીઝની લૅન્ગવેજ હિન્દી હશે પણ એ ઉપરાંત એ ઇન્ડિયાની સાત અને ઇન્ટરનેશનલ સ્તરની પાંચ લૅન્ગવેજમાં ડબ થશે. લેસ્બિયન રિલેશનશિપ પર આધારિત આ વેબ સિરીઝ ઇન્ડિયાના બૅકડ્રોપ પર છે. આ અગાઉ મીરા નાયરે ‘ફાયર’ નામની લેસ્બિયન રિલેશનશિપ પર ફિલ્મ બનાવી હતી, જેને રીલિઝ કરવામાં મીરા નાયરને સેન્સર બોર્ડ સાથે ખાસ્સી લાંબી લડાઈ લડવી પડી હતી.



આ પણ વાંચો : શાહરુખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હૉરર શો બેતાલ


આ જ કારણે આ વખતે મીરા નાયરે ડિજિટલ પ્લેટફોર્મ પસંદ કર્યુ છે, જેને લીધે એણે સેન્સર બોર્ડની કડાકૂટમાં ન પડવું પડે. ‘ફાયર’માં દેરાણી-જેઠાણી વચ્ચેના લેસ્બિયન સંબંધોને દેખાડવામાં આવ્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 04:04 PM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK