શાકભાજી ખરીદતી જોવા મળી રશ્મિ દેસાઇ, જુઓ તસવીરો

Published: Mar 21, 2020, 20:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વીડિયોમાં તે શાકભાજીની લારી પરથી શાકભાજી ખરીદતી દેખાય છે. એટલું જ નહીં રશ્મિ તેની સાથે ભાવ-તાલ પણ કરાવે છે.

તસવીર સૌજન્ય : વિરલ ભાયાણી ઇન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય : વિરલ ભાયાણી ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી રશ્મિ દેસાઇનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે શાકભાજીની લારી પરથી શાકભાજી ખરીદતી દેખાય છે. એટલું જ નહીં રશ્મિ તેની સાથે ભાવ-તાલ પણ કરાવે છે. રશ્મિનું આ રીતે શાકભાજી ખરીદવું ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

હકીકતે, કોરોના વાયરસને કારણે મુંબઇમાં પણ લગભગ દરેક સ્થળે પ્રતિબંધ છે. ફક્ત જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી છે. એવામાં રશ્મિ દેસાઇ રસ્તાની સાઇડમાં શાકભાજીની લારી પરથી શાકભાદી ખરીદવા નીકળી છે. સોશિયલ મીડિયો પર શૅર કરાયેલા વીડિયોમાં રશ્મિ ભાવ-તાલ કરાવતી પણ જોવા મળી.

શાકભાજી ખરીદતી વખતે રશ્મિ ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે ઑરેંજ કલરનો શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. સાથે તેણે કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પણ પહેર્યું હતું. અહીં રશ્મિ કેમેરા સામે જોઇને સ્માઇલ પણ કરતી જોવા મળી.

'બિગ બૉસ 13' પછી રશ્મિ દેસાઇ એકતા કપૂરની જાણીતી સીરિયલ 'નાગિન 4'માં શલાકાના પાત્રમાં દેખાઇ રહી છે. જો કે, આ પાત્રમાં રશ્મિ મેકર્સની પહેલી પસંદ ન હતી. પહેલા આ પાત્ર માટે 'બિગ બૉસ'ની અન્ય એક પાર્ટિસિપેન્ટનો અપ્રૉચ કરવામાં આવ્યો હતો.

'નાગિન 4'માં શલાકાના પાત્ર પહેલા 'બિગ બૉસ 13'ની કોન્ટેસ્ટન્ટ માહિરા શર્મા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. સૂત્રો પ્રમાણે અભિનેત્રી સીરિયલ કરવાના મૂડમાં નથી. આ કારણે તેણે શૉ સાઇન ન કર્યો. મહત્વની વાત એ છે કે માહિરા 'નાગિન'માં પહેલા પણ કામ કરી ચૂકી છે. 'નાગિન' સીઝન 3માં તેણે ચૂડેલનું ભજવ્યું હતું. આ કારણે મેકર્સે શૉમાં કમબૅક કરવાની ઑફર આપવામાં આવી હતી પણ માહિરાએ આ ઑફરનો અસ્વીકાર કર્યો. માહિરાના ના કર્યા પછી તરત જ રશ્મિને શલાકાનું પાત્ર ઑફર કરવામાં આવ્યું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK