Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિંગર રફતાર થયો કોરોના પૉઝિટિવ

સિંગર રફતાર થયો કોરોના પૉઝિટિવ

10 September, 2020 06:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગર રફતાર થયો કોરોના પૉઝિટિવ

રફતાર

રફતાર


સિંગર રફતારને કોરોના થયો છે. તેણે પોતાની જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી છે. સિન્ગિંગ સિવાય રફતાર ફિલ્મ પણ પ્રોડ્યુસ કરવાનો છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરતાં રફ્તારે લખ્યું હતું કે ‘હું દરેક સાથે એક બાબત શૅર કરવા માગું છું. મારે રોડીઝ માટે જવાનું હતું, એના માટે મારે કોરોનાની ટેસ્ટ કરવાની હતી. પહેલી બે ટેસ્ટ તો નેગેટિવ આવી હતી, પરંતુ મારી ત્રીજો ટેસ્ટ પૉઝિટિવ આવી છે. બીએમસીએ મને ઘરમાં રહેવા કહ્યું છે એથી મેં મારી જાતને ઘરમાં આઇસોલેટ કરી છે. હું ફરી એક વખત ટેસ્ટ કરવામાં આવે એની રાહ જોઉં છું, કારણ કે મને એમ લાગે છે કે કોઈ ટેક્નિકલ ખામી થઈ છે. જોકે હું એકદમ સ્વસ્થ છું. મારી જરા પણ તબિયત ખરાબ નહોતી. મને નથી લાગતું કે મને આ બીમારી લાગી હોય, કારણ કે મારામાં એનાં કોઈ લક્ષણ પણ જણાતાં નહોતાં. આમ છતાં મારી ફરજ બને છે કે હું મારી જાતને આઇસોલેટ કરું. હું તમને સૌને ખાતરી આપું છું કે હું એકદમ સ્વસ્થ છું. તમે ચિંતા ન કરો. મારી હેલ્થ વિશે તમને હું જણાવતો રહીશ. મને કૉલ્સ આવવાનું ચાલુ છે. મને જાણ નથી કે લોકોને આટલી જલદી કેમ ખબર પડી જાય છે. હું મારું ધ્યાન રાખી રહ્યો છું. તમે બધા પણ તમારી કાળજી લો.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK