Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તૂટી જશે રેપર બાદશાહના લગ્ન?કેટલાય મહિનાઓથી પત્ની જાસ્મિનથી છે જુદો

શું તૂટી જશે રેપર બાદશાહના લગ્ન?કેટલાય મહિનાઓથી પત્ની જાસ્મિનથી છે જુદો

29 November, 2020 05:12 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શું તૂટી જશે રેપર બાદશાહના લગ્ન?કેટલાય મહિનાઓથી પત્ની જાસ્મિનથી છે જુદો

શું તૂટી જશે રેપર બાદશાહના લગ્ન?કેટલાય મહિનાઓથી પત્ની જાસ્મિનથી છે જુદો

શું તૂટી જશે રેપર બાદશાહના લગ્ન?કેટલાય મહિનાઓથી પત્ની જાસ્મિનથી છે જુદો


બોલીવુડના પ્લેબૅક સિંગર અને રૅપર બાદશાહના લગ્નને લઈને અનેક પ્રકારના કયાસ લગાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાદશાહની પત્ની જાસ્મિન પંજાબમાં રહે છે અને બન્ને છેલ્લા કેટલાક મહિનાથી મળ્યા નથી.

પ્લેબૅક સિંગર અને રૅપર બાદશાહની પર્સનલ લાઇફમાં કંઇ બરાબર નથી ચાલી રહ્યું. તે પત્ની જાસ્મિન સાથે છેલ્લા કેટલાક સમયથી નથી રહેતો. કેટલાય લોકો કયાસ લગાડી રહ્યા છે કે બન્ને અલગ થઈ ગયા છે? તો કોઇ આ અંતરનું કારણ લૉકડાઉન છે એવું કહે છે. જે માહિતી મળી છે તે પ્રમાણે જાસ્મિન લૉકડાઉન દરમિયાનથી પંજાબમાં છે જ્યારે બાદશાહ મુંબઇમાં છે.



કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને વચ્ચે પતિ-પત્નીવાળા જ ઝગડા છે અને પછી મામલો શાંત થઈ જશે. દરેક કપલ આ પ્રકારના ચડાણ-ઉતારમાંથી પસાર થાય છે. આ મામલે બાદશાહે કોઇ રિએક્શન નથી આપ્યું. જેમ કે આપણે બધાં જાણીએ છીએ કે તે ખૂબ જ ખાનગી વ્યક્તિ છે અને મીડિયા સામે પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચા નથી કરતો.


બાદશાહની દીકરી
જણાવવાનું કે બાદશાહ અને જાસ્મિને વર્ષ 2015માં લગ્ન કર્યા. બન્નેની એક દીકરી છે જેસેમી ગ્રેસ મસિહ સિંહ છે, જેનો જન્મ 11 જાન્યુઆરી 2017માં થયો. ગયા વર્ષે બાદશાહે બોલીવુડ ફિલ્મ 'ખાનદાની શફાખાન'માં એક્ટર તરીકે ડેબ્યૂ કર્યો. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે કહ્યું હતું કે તેની એક દીકરી છે અને તે પોતે તેને એડલ્ટ એજ્યુકેશન વિશે જણાવશે. આ ફિલ્મ એડલ્ટ એજ્યુકેશન મુદ્દે આધારિત હતી.

2006માં કર્યું હતું મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ
બાદશાહે 'કૂલ ઇક્વલ' નામથી મ્યૂઝિક ઇન્ડિસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યો પછી તેણે પોતાનું નામ બાદશાહ રાખ્યું. તેણે વર્ષ 2006માં યો યો હની સિંહ સાથે માફિયા મુંદીર સાથે પોતાના કરિઅરની શરૂઆત કરી. વર્ષ 2012માં ગ્રુપથી જુદા થયા પછી બાદશાહને જુદી ઓળખ મળી. તેણે હરિયાણવી સૉન્ગ 'કર ગઈ ચુલ' ગાયું જેથી વર્ષ 2016માં બોલીવુડ ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં એડૉપ્ટ કરવામાં આવ્યો છે. ત્યાર પછી તેણે ક્યારેય પાછાં ફરીને જોયું નથી અને બોલીવુડ માટે અનેક ગીત ગાઈ ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2020 05:12 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK