રણવીર સિંહ કહે છે નો ટુ બિરયાની

Published: 4th December, 2012 06:01 IST

સંજય લીલા ભણસાલીની રામ લીલા માટે રણવીર સિંહ સ્ટ્રિક્ટ ડાયેટિંગ કરી રહ્યો છે અને નમક વિનાનો ડાયટ લઈ રહ્યો છે
બૉડીબિલ્ડિંગ માટે ૩૦ ટકા એક્સરસાઇઝ પર અને ૭૦ ટકા ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. આ થિયરીને અત્યારે રણવીર સિંહ ખાઈખપૂચીને આત્મસાત કરી રહ્યો છે. સંજય લીલા ભણસાલીની ‘રામ લીલા’ માટેની ખાસ ઇમેજ માટે તે હાલમાં જિમમાં વર્કઆઉટ કરવા મચી પડ્યો છે અને એકદમ સ્ટ્રિક્ટ ડાયેટિંગ કરે છે જેમાં તે નો સૉલ્ટ ડાયટ લે છે.

જોકે આ સ્ટ્રિક્ટ ડાયટમાં ક્યારેક-ક્યારેક તેની પરીક્ષા પણ થઈ જાય છે. હાલમાં ગોરેગામના ફિલ્મસિટીમાં શૂટિંગ દરમ્યાન સેટ પર સ્વાદિષ્ટ બિરયાની આવી ત્યારે રણવીરના ડાયટની કસોટી થઈ ગઈ. રણવીરને થોડુંક નૉર્મલ ફૂડ ખાવાની ખૂબ જ તલપ હતી ને એવામાં ડિરેક્ટરે કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ માટે બિરયાની મંગાવી હતી એ જોઈને તેના મોંમાં પાણી તો આવી ગયું, પણ તેણે કોઈ જ ચીટિંગ ન કરી.

રણવીરના આ ડેડિકેશનને જોઈને સંજય લીલા ભણસાલી પણ ઇમ્પ્રેસ થઈ ગયા અને તેમણે પ્રૉમિસ આપ્યું કે એક વાર શૂટિંગ પૂરું થઈ જાય એ પછી તેઓ રણવીરને તેને ગમતી રેસ્ટોરાંમાં લઈ જશે અને તેની મનપસંદ ચીજોની ટ્રીટ આપશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK