મેટ્રો પાર્કનાં કલ્પેશ અને પાયલ પટેલ પાછાં આવવાની તૈયારીમાં

Published: Jan 16, 2020, 14:24 IST | Ahmedabad

ગયા વર્ષે માર્ચમાં આવેલી ‘ઇરોઝ નાઉ’ની સિરીઝ ‘મેટ્રો પાર્ક’ની બીજી સીઝન ટૂંક સમયમાં : રણવીર શૌરી અને પુરબી જોશી મુખ્ય પાત્રમાં

મેટ્રો પાર્ક
મેટ્રો પાર્ક

ડિજિટલ પ્લૅટફૉર્મ ‘ઇરોઝ નાઉ’ ગયા વર્ષે આવેલા અને જાણીતા થયેલા વેબ-શો ‘મેટ્રો પાર્ક’ની બીજી સીઝન લઈને આવી રહ્યું છે. આ શોમાં હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા રણવીર શૌરી, પિતોબશ ત્રિપાઠી (થ્રી ઇડિયટ્સ, ગો ગોવા ગોન), પુરબી જોશી (દસવિદાનિયા, હમારી દેવરાની), ઓમી વૈદ્ય (થ્રી ઇડિયટ્સ, દિલ તો બચ્ચા હૈ જી), વેગા તમોટિયા (જય ગંગાજલ, આમરસ) સહિતનાં કલાકારો છે.

‘મેટ્રો પાર્ક’માં વિદેશમાં વસતા એવા ભારતીયો, રાધર ગુજરાતીઓની વાત છે જે બિલકુલ દેશી છે અને તેમને રોજબરોજ અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મેટ્રો પાર્કની પહેલી સીઝનમાં ન્યુ યૉર્ક સ્થિત અપાર્ટમેન્ટમાં રહેતા નવપરિણીત યુગલ કાનન (ઓમી વૈદ્ય) અને કિંજલ (વેગા તમોટિયા)ની વાત હતી, જેમને બાળક આવવાનું હોય છે અને તેઓ ન્યુ જર્સીના મેટ્રો પાર્કમાં શિફ્ટ થવાનો પ્લાન બનાવી રહ્યાં છે, જે કિંજલની બહેન પાયલના ઘરની નજીક હોય છે. પાયલ (પુરબી જોશી) પોતાનું બ્યુટી સલૂન ચલાવે છે અને તેનો પતિ કમલેશ પટેલ (રણવીર શૌરી) ન્યુ જર્સીમાં ‘પે ઍન્ડ રન’ નામનો સ્ટોર ચલાવે છે. કાનન અને કિંજલ મેટ્રો પાર્કમાં શિફ્ટ થાય છે ત્યારે તેમને ઍડ્જસ્ટ થવામાં બહુ મુશ્કેલી પડે છે અને તેઓ દરેક તબક્કે કેવી પરિસ્થિતિનો સામનો કરે છે એ રમૂજી રીતે બતાવવામાં આવ્યું છે.

વિદેશ રહેતા ગુજરાતીઓની દર્શાવાયેલી લાક્ષણિકતાઓ દર્શકોને પસંદ પડી હતી અને એને કારણે હવે આ સિરીઝની બીજી સીઝન ટૂંક સમયમાં આવશે એવું ‘ઇરોઝ નાઉ’ના ચીફ ક્રીએટિવ ઑફિસર રિદ્ધિમા લુલાએ જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK