રણવીર સિંહની સિમ્બાએ પહેલા દિવસે કરી ૨૦.૭૨ કરોડ રૂપિયાની કમાણી

Published: 30th December, 2018 09:46 IST

૨૦.૭૨ કરોડ રૂપિયાની સાથે રણવીર સિંહની કરીઅરની પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરતી ફિલ્મ બની

રણવીર સિંહ
રણવીર સિંહ

રણવીર સિંહની ‘સિમ્બા’ તેની કરીઅરની પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે પહેલા દિવસે ૨૦.૭૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીર અને સારા અલી ખાનની આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રણવીર અને રોહિત શેટ્ટીની જોડી દર્શકોને અદ્ભુત મનોરંજન પૂરું પાડી રહી છે. આ ફિલ્મે ગઈ કાલે પહેલા દિવસ કરતાં સારો બિઝનેસ કર્યો હોવાની ચર્ચા છે અને આજે એના કરતાં સારો બિઝનેસ કરશે એવી આશા છે. આ ફિલ્મ બહુ જલદી સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરશે.

આ પણ વાંચો : સિમ્બા: રણવીર-સારાની ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં તોડ્યો રેકોર્ડ, હવે ભારતનો વારો

બૉલીવુડમાં ઘણા સમય બાદ આટલી સારી મસાલા એન્ટરટેઇનર ફિલ્મ આવી છે એનો પણ આ ફિલ્મને લાભ થશે. ફિલ્મની સફળતા વિશે રણવીરે કહ્યું હતું કે ‘આ ફિલ્મના રેકૉર્ડ બ્રેકિંગ ઓપનિંગની ખુશી ટીમની દરેક વ્યક્તિની છે. મસાલા કૉપ ફિલ્મ માટે હું યોગ્ય છું અને મારા પર વિશ્વાસ કરવા બદલ હું રોહિત શેટ્ટીનો આભાર માનું છું. આ સરળ પાત્ર નહોતું, પરંતુ એ માટે મેં ખૂબ જ મહેનત કરી છે. ‘સિમ્બા’ને મળેલા પ્રેમથી હું ખૂબ જ ખુશ છું. આ ફિલ્મની સફળતાનું શ્રેય રોહિત શેટ્ટી અને તેમની ટીમને જાય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK