કપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો !

Published: Jul 19, 2019, 17:54 IST | મુંબઈ

બોલીવુડ એક્ટર રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ 83માં કપિલ દેવના પાત્રમાં દેખાઈ રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ દેવ જેવો લૂક મેળવવા માટે રણવીર સિંહે કોઈ જ કચાશ નથી રાખી

રણવીર સિંહ
રણવીર સિંહ

બોલીવુડ એક્ટર રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ 83માં કપિલ દેવના પાત્રમાં દેખાઈ રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ દેવ જેવો લૂક મેળવવા માટે રણવીર સિંહે કોઈ જ કચાશ નથી રાખી. સૌથી મોટું પરિવર્તન રણવીર સિંહે પોતાના ડાયટ પ્લાનમાં કર્યું છે. એક એથ્લીટ જેવા દેખાવા માટે રણવીર સિંહવર્ક આઉટ અને ટ્રેનિંગની સાથે સાથે સ્ટ્રીક્ટ ડાયટ પણ ફોલો કરે છે.

ફિઝિક બદલાયું

રણવીર પોતાની જબરજસ્ત એનર્જી માટે જાણીતા છે. તે પોતાના પર્ફોમન્સ માટે ખૂબ જ મહેનત કરે છે. હવે ફિલ્મ 83 માટે તે આકરી મહેનત કરી રહ્યા છે. રણવીરે પોતાના ડાયટને આ માટે ખૂબ જ બદલ્યું છે. તેમના ન્યૂટ્રિશિયાનિસ્ટ અમનોલ સિંઘલે કહ્યું કે કેવી રીતે રણવીર સિંહે પોતાના ડાયટમાં ખૂબ જ પરિવર્તન કરીને ફિઝિક પર કામ કર્યું છે.

ranveer singh

શું ખાય છે રણવીર સિંહ ?

લંડનના ચાર શૅફ રણવીરના ડાયટનું ધ્યાન રાખે છે. ન્યુટ્રિશિયાન્સિટના કહેવા પ્રમાણે દિવસમાં ત્રણ વાર ખાવાના બદલે રણવીર દિવસમાં ઘણી વાર થોડું થોડું ખાય છે. એટલે સુધી કે તે નાસ્તામાં પણ હેલ્થી જ ફૂડ લે છે. રણવીર સિંહ નાસ્તામાં મોટા પ્રમાણે નટ્સ અને ફળ ખાય છે. ડિનરમાં પણ કાર્બ્ઝનું પ્રમાણ ઓછું રાખે છે.

ranveer singh

હાઈ પ્રોટીન ડાયટ

રણવીરના ડાયટમાં ઈન્ડિયન ફૂડ પણ સામેલ છે. ન્યૂટ્રિશિયાનિસ્ટના કહેવા પ્રમાણે રણવીર સિંહને ઈન્ડિયન ફૂડ ખૂબ જ પસંદ છે. એટલે અમે કોશિશ કરીએ છીકે હેલ્ધી ફૂડની સાથે સાથે અમે તેમના ડાયટમાં બધું જ રાખીએ. તેમના ખોરાકમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે.

ranveer singh

ન્યૂટ્રિશિયાનિસ્ટના કહેવા પ્રમાણે રણવીરને ઘરનું ખાવાનું પસંદ છે. અમે તેમના ડાયટમાં હાઈ પ્રોટીન સુપરફૂડ સામેલ કરીએ છીએ. તેમને ભોજનમાં ઈંડા, બેકન, એલોપીનોઝ પસંદ છે. ભોજનમાં પ્રોટીન તેમના ફેટને કાપે છે, અને મસલ માસ વધારે છે.

આ પણ વાંચોઃ Siddharth Randeria: રંગભૂમિ ગજવતા ગુજ્જુભાઈના જુઓ પર્સનલ લાઈફના ફોટોઝ

ગળ્યું શું ખાય છે રણવીર

રણવીર સિંહે પોતે સ્વીકાર્યું છે કે તેમને ગળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. પરંતુ હાલ તેમનું ડાયટ ખૂબ જ સ્ટ્રીક્ટ છે, તેમ છતાંય તેમને હેલ્ધી ડેઝર્ટ ખાવાની ના નથી પાડવામાં આવી. તેમના ન્યૂટ્રિશિયાનિસ્ટના કહેવા પ્રમાણે રણવીર માટે ન્યૂટેલાના બીજા અને હેલ્ધી વિકલ્પ શોધવામાં આવ્યા છે. રણવીરને ન્યૂટેલા ખૂબ જ પસંદ છે, એટલે અમે તેના બદલે તેમને એવોકોડો જૂસ આપીએ છીએ. જેમાં 90 ટકા ડાર્ક ચોકલેટ અને એવોકેડો હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK