રણવીર સિંહના રંગમાં રંગાયું આસામ, ચાહકોનો મળ્યો જબરજસ્ત પ્રેમ

Published: Feb 15, 2020, 19:00 IST | Mumbai Desk

રણવીર સિંહ ગુવાહાટીમાં ફિલ્મફેર અવૉર્ડમાં ભાગ લેવા આવી રહ્યો છે અને પ્રશંસકો તેને વધામણી આપવા એરપોર્ટ પર પહોંચી ગયા.

ફિલ્મ અભિનેતા રણવીર સિંહનું આસામમાં ખૂબ જ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. સ્ટેડિયમ સુધી તેને ફોલો કરવામાં આવ્યું અને પછી હોટેલમાં પણ તેનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું છે. આ વિશે સૂત્રોએ જણાવ્યું કે, "રણવીર આ સમયે આસામમાં છે અને તે લોકોના પ્રેમમાં ડૂબેલો છે. કોઇક રીતે આ વાત બહાર લીક થઈ ગઈ કે રણવીર સિંહ ગુવાહાટીમાં ફિલ્મફેર અવૉર્ડમાં ભાગ લેવા આવી રહ્યો છે અને પ્રશંસકો તેને વધામણી આપવા એરપોર્ટ પર પહોંચી ગયા."

રણવીર પોતાની માટે ભેગા થયેલા લોકોની સંખ્યા જોઇને અને તેમની સાથે વાતચીત કરીને ખુશ થઈ ગયા. પ્રશંસકો તેનું નામ બોલતાં દેખાયા, તો કેટલાક હાથ હલાવીને તેનું અભિવાદન અને કેટલાકે સેલ્ફી લેવા માટેની રિક્વેસ્ટ કરી. રણવીરે તેમાંથી કેટલાક લોકો સાથે સેલ્ફી પણ લીધી. રણવીરે આ પણ કહ્યું કે તેની માટે એરપોર્ટ પર આવેલા લોકોને જોઇને દંગ રહી ગયો હતો.

સૂત્રોએ આગળ જણાવ્યું કે, "લોકોનું રણવીર માટે આ પાગલપન અટકતું જ નથી. જ્યારે ભીડને ખબર પડી કે રણવીર જઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે, તો તેમણે તેને ફૉલો કરવાનો નિર્ણય કર્યો. રણવીર ગુવાહાટીમાં એક પરફૉર્મન્સની તૈયારી કરી રહ્યા હતા અને ભીડ સીધા સ્ટેડિયમમાં આવી ગઈ, જ્યાં કાર્યક્રમ થવાનું હતું. રિહર્સલ પછી, રણવીર ફરીથી ચાહકોને મળ્યો અને તેમને શુભકામનાઓ આપી અને તેમના પ્રેમ માટે આભાર માન્યો."

 
 
 
View this post on Instagram

RanveerSingh with @varundvn & @madhuridixitnene at Filmfare Awards

A post shared by Deepveer.dreamer 🤗 👑♥ (@ranveersingh.dreamer) onFeb 15, 2020 at 3:51am PST

આ પણ વાંચો : Bigg Boss 13માં ફૅમસ થયા આ એક્ટ્રેસના સુંદર 'લિપ્સ', જાણો કોણ છે

જ્યારે પ્રશંસકોને ખબર પડી તો તે પોતાની હોટેલમાં ગયો છે, તો તેમણે રણવીરનો પીછો હોટેલ સુધી કર્યો. આ અભૂતપૂર્વ પ્રેમ માટે રણવીર આભારી હતો. રણવીર સિંહ આસામના ગુવાહાટીમાં હતો. તે બોલીવુડના અન્ય કલાકારો સાથે ફિલ્મફેર અવૉર્ડ્સમાં ભાગ લેવા આવ્યા હતા. આ અવસરે બોલીવુડના અનેક કલાકારોએ ભાગ લીધો. કેટલાય કલાકારો એક સાથે એરપોર્ટ પર પણ દેખાયા. રણવીર સિંહ ટૂંક સમયમાં જ ફિલ્મ 83માં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK