બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે ગુરૂવારે જાહેરાત કરી છે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. એક વર્ષથી વધારે વિલંબ પછી રણવીર સિંહની ફિલ્મ 83ને આખરે નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. પદ્માવત અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફૅન્સ સાથે આ ખુશખબરી શૅર કરી છે. જેમાં લખ્યું હતું, '4 જૂન 2021ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં.'
View this post on Instagram
રણવીર સિંહ બન્યા છે કપિલ દેવ
રણવીર સિંહ ફિલ્મમાં મહાન ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. જેમણે 1983માં ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીતાવ્યો હતો. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં છે. મધુ મંટેના, સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મનું સહ0નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કબીર ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ મૂળ રૂપથી ગયા વર્ષે 10 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી.
Ranveer Singh પર ચઢ્યું 'Pawri'નું ભૂત, શૅર કર્યો મજેદાર વીડિયો
23rd February, 2021 14:40 ISTગુંડેને લીધે રણવીર અને હું સારા મિત્રો બન્યા છીએ: અર્જુન કપૂર
14th February, 2021 16:01 ISTરણવીર પાસેથી શેની પ્રેરણા લીધી તનાઝ ઈરાનીએ?
6th February, 2021 14:56 ISTરોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરવું સપના જેવું છે : જૅકલિન ફર્નાન્ડિસ
6th February, 2021 14:56 IST