રણવીર સિંહે પોતાના આ લૂક પર કર્યો આટલો ખર્ચ, કિંમત જાણીને ચોંકી જશો

Updated: Sep 30, 2019, 17:16 IST | મુંબઈ ડેસ્ક

રણવીર પોતાના ઇન્ટરવ્યૂમાં પણ કહી ચૂક્યો છે કે ફેશનને લઇને જજ થવાથી ડરવાનું તેણે છોડી દીધું છે.

રણવીર સિંહ
રણવીર સિંહ

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ બી ટાઉનના એકમાત્ર એવા ફેશન આઇકૉન છે જેમનું સ્ટાઇલ હંમેશાંથી ચર્ચામાં રહે છે. રણવીર સિંહ પોતાના અતરંગી કપડાંથી બધાંને અચંબિત કરી દેતો હોય છે. સ્ટાર પાર્ટીથી લઈને એવૉર્ડ ઇવેન્ટમાં બધાં રણવીરના લૂક્સની આતુરતાથી રાહ જોતાં હોય છે. કારણકે જેટલા એક્સપરિમેન્ટ્સ રણવીરે પોતાના લૂક્સ સાથે કરે છે તેટલા બી ટાઉનમાં ઓછા એક્ટર કરતાં જોવા મળે છે.

ફરી એક વાર અભિનેતા રણવીર સિંહે પોતાના બે લાખ રૂપિયાની કિંમતના માથાથી લઇને પગ સુધી બરબેરી લૂકથી સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યુ છે. ફેશનને લઇને પોતાનો દ્રષ્ટિકોણ માટે ચર્ચિત રણવીરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. શૅર કરેલી તસવીરમાં તેણે બરબેરી ટી-શર્ટ અને તેના પર બૉમ્બર જેકેટ, ટ્રેક પેન્ટ્સ અને સ્નીકર્સ પહેરેલા જોવા મળે છે.

બોલીવુડ લાઇફ ટાઇમ ડૉટ કૉમ પ્રમાણે, રણવીરની મોનોગ્રામ સ્ટ્રિપ ટી-શર્ટની કિંમત 33,177 રૂપિયા છે, મોનોગ્રામ બૉમ્બર જેકેટની કિંમત 93,312 રૂપિયા છે, મોનોગ્રામ ટ્રેક પેન્ટ્સની કિંમત 51,480 રૂપિયા છે અને મોનોગ્રામ સ્નીકર્સની કિંમત 33,177 રૂપિયા છે. આ પ્રમાણે 'પદ્માવત'ના અભિનેતાએ કુલ 2,11,146 રૂપિયાની કિંમતના કપડાં પહેર્યા હતા.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

આવું પહેલીવાર નથી થયું, જ્યારે રણવીર પોતાની ડ્રેસિંગ સ્ટાઇલને કારણે ચર્ચામાં છવાયો હોય. 33 વર્ષનો આ સ્ટાર આ પહેલા પણ પોતાના મારિયો પોશાખને લઇને ચર્ચાનો વિષય બન્યો હતો. રણવીર પોતાના ઇન્ટરવ્યૂમાં પણ કહી ચૂક્યો છે કે ફેશનને લઇને જજ થવાથી ડરવાનું તેણે છોડી દીધું છે. તેને જે સારું લાગે છે તે પહેરે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK