જાણો કેમ દીપિકાને મુંબઈમાં છોડી દિલ્હી શિફ્ટ થઈ રહ્યો છે રણવીર

Updated: May 07, 2019, 17:20 IST

ફિલ્મ કોઈ પણ હોય રણવીર સિંહ તેના અભિનયમાં કોઈ પણ અંતર રાખતો નથી. ફિલ્મ 1983 માટે કપિલ દેવનો રોલ કરી રહેલા રણવીર સિંહ કપિલ દેવ પાસેથી ક્રિકેટની સાથે સાથે તેમને સમજવા માટે તેમની સાથે સમય વિતાવી રહ્યો છે.

કપિલ દેવ સાથે ધર્મશાળામાં ટ્રેનિંગ લેતો રણવીર
કપિલ દેવ સાથે ધર્મશાળામાં ટ્રેનિંગ લેતો રણવીર

ગલીબોય રણવીર સિંહ હવે દિલ્હીને પોતાનું ઘર બનાવવાની તૈયારીમાં છે. રણવીર સિંહ આવનારા 10 દિવસ દિલ્હીમાં રહેવા જઈ રહ્યા છે જેનું કારણ છે તેની અપકમિંગ ફિલ્મ માટેની ટ્રેનિંગ. રણવીર સિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ '83ની તૈયારીઓમાં વ્યસ્ત છે. રણવીર સિંહ તેના રોલમાં કોઈ પણ ખામી ન રહી જાય તેની માટે પૂરેપરી તૈયારી કરે છે એટલે જ હવે તે ક્રિકેટ લિજેન્ડ કપિલ દેવ પાસેથી ટ્રેનિંગ લેવા જઈ રહ્યો છે.

ફિલ્મ કોઈ પણ હોય રણવીર સિંહ તેના અભિનયમાં કોઈ પણ અંતર રાખતો નથી. ફિલ્મ 1983 માટે કપિલ દેવનો રોલ કરી રહેલા રણવીર સિંહ કપિલ દેવ પાસેથી ક્રિકેટની સાથે સાથે તેમને સમજવા માટે તેમની સાથે સમય વિતાવી રહ્યો છે. રણવીર કપિલ દેવની રમવાની સ્ટાઈલ, બોલવાની સ્ટાઈલને ફિલ્મી પડદે ઉતારવા માટે આવનારા 10 દિવસ દિલ્હીમાં તેમની સાથે રહીને ખાસ ટ્રેનિંગ લેવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીની સફળતા પર બનેલી બુક 'ધ મેકિંગ ઓફ અ ચેમ્પિયન' લોન્ચ

ભારતની પહેલી વર્લ્ડ કપ જીતની સ્ટોરી ફિલ્મ '83માં જોવા મળશે. કઈ રીતે ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. ત્યા સુધીની સફર ભારત માટે કેવી રહી તે જાણવી ઘણી રસપ્રદ રહેશે. ફિલ્મ '83 10 એપ્રિલ 2020માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીરની સાથે સાથે ઘણા સ્ટાર્સ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK