Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video: જ્યારે લાઇવ રણવીર સિંહે દીપિકા પર કર્યો ગુસ્સો, કહ્યું આવું...

Video: જ્યારે લાઇવ રણવીર સિંહે દીપિકા પર કર્યો ગુસ્સો, કહ્યું આવું...

26 May, 2020 03:34 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Video: જ્યારે લાઇવ રણવીર સિંહે દીપિકા પર કર્યો ગુસ્સો, કહ્યું આવું...

રણવીર સિંહ

રણવીર સિંહ


બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણની તસવીરો દર્શાવે છે કે બન્ને વચ્ચે કેટલી બૉન્ડિંગ છે. ઘણીવાર સોશિયલ પ્લેટફૉર્મ પર પણ બન્ને એકબીજાની કૅર કરતાં ક્યાંય પાછળ રહેતા નથી. બન્ને ઘણીવાર સાથે દેખાયા છે અને તેમની કેમિસ્ટ્રી પણ દેખાતી હોય છે. તાજેતરમાં જ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રણવીર સિંહ ગુસ્સે થતો દેખાય ચે અને દીપિકા પાદુકોણને કહે છે કે, "એક્સપઝ કર રહી હૈ તું મુજે."

તમે નહીં માનો પણ આવું થયું છે. હકીકતે, રણવીર સિંહ સાથે ફુટબૉલર સુનીલ છેત્રી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરતા હતા, જે એક ઇન્ટરવ્યૂ જેવું છે. આ પહેલા સુનીલ છેત્રીએ વિરાટ કોહલી સાથે પણ વાત કરી હતી અને હવે તેમણે રણવીર સિંહ સાથે વાત કરી. આ દરમિયાન સુનીલ છેત્રીએ એક્ટર સાથે અનેક મુદ્દા પર વાતો કરી, જેમાં એક્ટિંગ, ફિલ્મ્સ અને પર્સનલ લાઇફ પણ સામેલ છે.




આ દરમિયાન સુનીલ છેત્રીએ રણવીર સિંહને દીપિકા પાદુકોણ અને તમેની વચ્ચે થતાં ટેનિસ મેચ વિશે પણ વાત કરી. હકીકતે, ઘણીવાર દીપિકા પાદુકોણ કહી ચૂકી છે કે રણવીર સિંહ કેવી રીતે તેની સામે ટેનિસમાં પરાજિત થતો હતો. ત્યારે રણવીર સિંહ ગુસ્સે થઈ જાય છે અને ઘરે જ દીપિકા પાદુકોણને અવાજ આપી ને બોલાવે છે અને કહે છે કે, "બેબી... એક્સપૉઝ કર રહી હૈ તું મુજે, રૂક."


 
 
 
View this post on Instagram

World’s Most Squishable Face!!!? #cutie @ranveersingh

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMay 24, 2020 at 6:23am PDT

આમ તો રણવીર સિંહ મજાકમાં આ બધું કહે છે અને ફરી સુનીલ છેત્રી સાથે ટેનિસ મેચ વિશે વાત કરે છે. રણવીર કહે છે કે તેને પહેલા નહોતું લાગતું કે તે હારી જશે, કારણકે તે પોતે એથલીટ છે તો તેણે વિચાર્યું કે તે દીપિકાને હરાવી શકે છે, પણ એવું થયું નહીં. ત્યાર બાદ તેણે જણાવ્યું કે તે રમતો હતો અને તે ખૂબ જ લજવાયો હતો કારણકે તે દીપિકા પાદુકોણ સામે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 03:34 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK