રણવીર સિંહે નકારી ભણસાલીની ઑફર, આલિયા હતી ફિલ્મની અભિનેત્રી

Published: Oct 14, 2019, 18:18 IST | મુંબઈ ડેસ્ક

આ ફિલ્મને લઇને કોઇ ખાસ અપડેટ નથી. હવે જોવાનું એ છે કે રણવીર સિંહના રિજેક્શન પછી આલિયા ભટ્ટ સાથે કોણ દેખાવાનું છે.

સંજય લીલા ભણસાલીએ બોલીવુડમાં રણવીર સિંહ સાથે ઘણી હિટ ફિલ્મો બનાવી છે. બોલીવુડમાં એવું પણ કહેવાય છે કે સંજય લીલા ભણસાલી માટે રણવીર અને દીપિકા બંને લકી ચાર્મ કલાકારો ગણાય છે. ત્યારે આની વચ્ચે મળી રહેલા સમાચારોમાં અભિનેતા રણવીર સિંહે સંજય લીલા ભણસાલીની ફિલ્મ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. રણવીર સિંહ પહેલા સલમાન ખાને પણ સંજય લીલા ભણસાલી ફિલ્મ ઇન્શાઅલ્લાહમાંથી પોતાના હાથ ખંખેરી લીધા હતા. ત્યાર બાદ આ ફિલ્મને લઇને કોઇ ખાસ અપડેટ નથી. હવે જોવાનું એ છે કે રણવીર સિંહના રિજેક્શન પછી આલિયા ભટ્ટ સાથે કોણ દેખાવાનું છે.

ફિલ્મ ઇન્શાઅલ્લાહ રોકાઈ ગયા પછી સંજય લીલા ભણસાલીએ પોતાની બીજી ફિલ્મ ગંગૂબાઈની તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેમિયો કરવા માટે મેકર્સ દ્વારા એક લીડ એક્ટરની શોધ ચાલું છે. મુંબઇ મિરરની એક રિપોર્ટ પ્રમાણે આ રોલ રણવીર સિંહને ઑફર કરવામાં આવ્યો હતો પણ રણવીરે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી છે.

જણાવીએ કે રણવીર સિંહ પહેલા પ્યાર કા પંચનામાં ફેમ અભિનેતા કાર્તિક આર્યનને પણ આ ફિલ્મમાં રોલ આપવાની ચર્ચા થઈ હતી જે બાબતે હજી કોઇ પુષ્ટિ થઈ નથી.

આલિયા ભટ્ટ સ્ટારર ગંગૂબાઈ ફિલ્મ એસ હુસેનની બુક માફિયા ક્વીન્સ ઑફ મુંબઇ પર આધારિત છે. 60 દશક દર્શાવનારી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગૂબાઈ કોઠાવાળાની ભૂમિકામાં જોવા મળશે. ગંગૂબાઈને તે સમયની સૌથી ચર્ચિત અંડરવર્લ્ડની મહિલાઓમાંની એક માનવામાં આવતી હતી. તેને બાળપણમાં જ વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી જેના પછી આગળ જતાં ગંગૂબાઇ કામાઠીપુરાની એક વેશ્યાલની મુખિયા બની ગઈ હતી.

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

જણાવીએ કે રણવીર સિંહ આ પહેલા પણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ બધી ફિલ્મો બ્લૉકબસ્ટર પૂરવાર થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK