Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર.ડી. બર્મનને ટ્રિબ્યુટ આપવાનો આઇડિયા હતો રણવીર સિંહનો

આર.ડી. બર્મનને ટ્રિબ્યુટ આપવાનો આઇડિયા હતો રણવીર સિંહનો

17 February, 2020 12:04 PM IST | Mumbai

આર.ડી. બર્મનને ટ્રિબ્યુટ આપવાનો આઇડિયા હતો રણવીર સિંહનો

આર.ડી. બર્મન

આર.ડી. બર્મન


રણવીર સિંહે ગઈ કાલે રાતે આસામના ગુવાહાટીમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં સ્વર્ગીય આર.ડી. બર્મનને ટ્રિબ્યુટ આપી હતી. જોકે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો આઇડિયા રણવીરનો હતો. આર.ડી. બર્મન સાથે કામ કરનાર કેટલાક મ્યુઝિશ્યનની મદદથી રણવીરે તેનો પર્ફોર્મન્સ તૈયાર કર્યો હતો. રણવીર પોતે આર.ડી. બર્મનનો ખૂબ જ મોટો ફૅન છે અને એથી જ તેમને ટ્રિબ્યુટ આપવાનો આઇડિયા પણ તેનો પોતાનો હતો. ગુવાહાટીમાં તેનું પર્ફોર્મન્સ નજરો સમક્ષ જોનાર વ્યક્તિએ કહ્યું હતું કે ‘રણવીર પોતે આર.ડી બર્મનનો ફૅન છે અને એથી તે આ લેજન્ડ માટે એક ગ્રૅન્ડ ટ્રિબ્યુટ આપવા માગતો હતો. રણવીરે આ પર્ફોર્મન્સમાં ઍક્ટિંગ, ડાન્સિંગ અને સિંગગ એમ ત્રણેય વસ્તુનો સમાવેશ કરવાનું નક્કી કર્યું હતું. આર.ડી. બર્મન સાથે કામ કરનાર મ્યુઝિશ્યન સાથે મળીને તેણે આ પર્ફોર્મન્સ આપ્યું હોવાથી તે વધુ સ્પેશ્યલ બની ગયું હતું.’

આર.ડી. બર્મનનું મ્યુઝિક રણવીર માટે કેટલું સ્પેશ્યલ છે અને તેમના ગીતથી તેને કેટલી પ્રેરણા મળી છે એને તે લોકો સુધી પહોંચાડવા માગતો હતો. આર.ડી. બર્મનનું આઉટસ્ટેન્ડિંગ મ્યુઝિક આજની જનરેશનને પણ ઘણું પસંદ છે. રણવીરે ‘આ દેખે ઝરા’, ‘મેહબૂબા’, ‘તુમ ક્યા જાનો’ અને ‘યમા યમા’ જેવા ગીત પર પર્ફોર્મ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 12:04 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK