ગલી બૉય બાદ હવે ઝોયા અખ્તરની આ ફિલ્મમાં જોવા મળશે રણવીર સિંહ

Published: Sep 23, 2019, 17:45 IST | મુંબઈ ડેસ્ક

ઝોયાએ આ પ્રૉજેક્ટ પર કામ પણ શરૂ કરી દીધું છે.

રણવીર સિંહ
રણવીર સિંહ

ગલી બૉય આ વખતે ભારત તરફથી ઑસ્કરમાં જઈ રહી છે. ફિલ્મ સાથે જોડાયેલ દરેક કલાકાર ખૂબ જ ખુશ છે. ત્યાં જ નવી રિપોર્ટ પ્રમાણે ગલી બૉય પછી હવે નિર્દેશક ઝોયા અખ્તરની આગામી ફિલ્મમાં પણ રણવીર સિંહ જોવા મળશે. ઝોયાએ આ પ્રૉજેક્ટ પર કામ પણ શરૂ કરી દીધું છે.

પિન્કવિલાના રિપોર્ટ પ્રમાણે ઝોયાના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે એલિટિસ્ટ ફિલ્મો બનાવવા માટે ઝોયાની આલોચના કરવામાં આવતી હતી. ગલી બૉય બનાવીને તેણે સાબિત કર્યું કે તેના આલોચક ખોટાં હતા. હવે બીજી સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ કરી રહી છે. ઝોયાની આ ફિલ્મ એક ગેન્ગસ્ટર ડ્રામા હશે. આ ફિલ્મને લઇને તે છેલ્લે કેટલાક સમયથી તૈયારી કરી રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટ આઇડિયા તૈયાર છે અને એક ટૉપ એક્ટરે આ પાત્ર ભજવવા માટે હા પણ કરી દીધી છે. સૂત્રો પ્રમાણે ઝોયાએ આ ફિલ્મ પોતાના ફેવરિટ એક્ટર રણવીર સિંહને ઑફર કરી છે. તો રણવીરે ફિલ્મનો કોન્સેપ્ટ સાંભળ્યો અને તે આ ફિલ્મ કરવા માગે છે.

આ પણ વાંચો : Leeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે

રણવીરની ઝોયા સાથે ત્રીજી ફિલ્મ
રણવીર સિંહની ઝોયા સાથે આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા બન્ને દિલ ધડકને દો અને ગલી બૉયમાં સાથે કામ કરી ચૂક્યા છે. તો ઝોયાની વાત કરીએ તો હાલ તેની વેબ સીરીઝ લસ્ટ સ્ટોરીઝ એમીમાં શૉર્ટલિસ્ટ થઈ હતી. પછી તેની જ ફિલ્મ ગલી બૉયની ભારત તરફથી ઑસ્કરમાં ઑફિશિયલ એન્ટ્રી થઈ. તો બીજી તરફ રણવીર સિહં અને તેની પત્ની દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ સ્પોર્ટ્સ ડ્રામા 83માં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK