સેલેના ગોમેઝને પાછળ છોડી રણવીર સિંહે

Published: Jul 16, 2020, 22:31 IST | Harsh Desai | Mumbai

અમેરિકન સિંગર કરતાં પણ વધુ દેશી ઍક્ટરને જીઆઇએફ માટે લોકોએ સર્ચ કર્યો

રણવીર સિંહ
રણવીર સિંહ

રણવીર સિંહે હાલમાં જ અમેરિકન સિંગર સેલેના ગોમેઝને પાછળ છોડી દીધી છે. અમેરિકન ઑનલાઇન ડેટાબેઝ અને સર્ચ એન્જિન ગિફી પર રણવીરને એક બિલ્યન એટલે કે એક અબજથી પણ વધુ લોકોના વ્યુઝ મળ્યા છે. ગિફીએ લોકો માટે જીઆઇએફ એટલે કે ઍનિમેટેડ ઇમેજ બનાવે છે, જેના પર રણવીર દુનિયાભરમાં ખૂબ જ ફેમસ છે. સેલેના ગોમેઝના હાલમાં 961 મિલ્યન વ્યુઝ છે. ગ્લોબલ સેલિબ્રિટીઝ સર પૉલ મૅકાર્ટની, મડોના, ટેલર સ્વિફ્ટ અને આરિયાના ગ્રાન્ડે જેવી સેલિબ્રિટીઝના લિસ્ટમાં હવે રણવીરનો સમાવેશ થાય છે. આ તમામ સેલિબ્રિટીઝના એક અરબથી વધુ વ્યુઝ છે. રણવીર તેની ઍક્ટિંગ સ્કિલ અને તેના અતરંગી અવતારને કારણે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે. તેનાં અલગ-અલગ પાત્રો અને તેના ઇલેક્ટ્રિક ફૅશનને કારણે લોકો તેની ખૂબ જ ઍનિમેટેડ ઇમેજને પસંદ કરે છે. તમામ સોશ્યલ મીડિયા મળીને રણવીરના સોશ્યલ મીડિયા પર 56 મિલ્યન ફૉલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા બૉલીવુડના ટોચના ટૉપ થ્રી ઍક્ટર્સમાં રણવીરનો સમાવેશ થાય છે. અમેરિકા, યુકે, સ્કોટલૅન્ડ, બંગલા દેશ, ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, જર્મની, અફઘાનિસ્તાન, શ્રીલંકા, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, મલેશિયા, યુએઈ, ન્યુ ઝીલૅન્ડ, કૅનેડા અને જપાનમાંથી રણવીરના સૌથી વધુ ફૉલોઅર્સ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK