Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇમ મૅનેજમેન્ટના પાઠ દીપિકા પાદુકોણ પાસેથી લે છે રણવીર સિંહ

ટાઇમ મૅનેજમેન્ટના પાઠ દીપિકા પાદુકોણ પાસેથી લે છે રણવીર સિંહ

21 October, 2019 02:40 PM IST | મુંબઈ

ટાઇમ મૅનેજમેન્ટના પાઠ દીપિકા પાદુકોણ પાસેથી લે છે રણવીર સિંહ

ટાઇમ મૅનેજમેન્ટના પાઠ દીપિકા પાદુકોણ પાસેથી લે છે રણવીર સિંહ


મુંબઈ : (આઇ.એ.એન.એસ.) રણવીર સિંહ તેની વાઇફ દીપિકા પાદુકોણ પાસેથી ટાઇમ મૅનેજમેન્ટનાં પાઠ ભણે છે. દીપિકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બૅલેન્સ જાળવી રાખવામાં માસ્ટર છે એવુ રણવીર સિંહનું કહેવું છે. આ વિશે વધુ જણાવતાં રણવીર સિંહે કહ્યું હતું કે ‘હું આજે ખૂબ જ વ્યસ્ત વ્યક્તિ છું અને મારી પાસે એ લક્ઝરી પણ છે કે મારે જે કરવું હોય એ કરી શકું છું. જોકે મારી વ્યસ્તતાનો હું કોઈને દોષ નથી આપતો કે નથી કોઈનાં પર કટાક્ષ કરતો. મને એ બધી વસ્તુઓ ગમે છે જે હું કરું છું અને મને મારુ કામ પણ ગમે છે. જોકે હું હવે બૅલેન્સ જાળવી રાખવા પર કામ કરી રહ્યો છું. વાત જ્યારે ઇફેક્ટિવ ટાઇમ મૅનેજમેન્ટની આવે તો હું મારી બ્યુટિફૂલ વાઇફનું અનુકરણ કરું છું. તે ખરેખર ટાઇમ મૅનેજમેન્ટની માસ્ટર છે. હું તેની પાસેથી ટિપ્સ લઉ છું અને એનું અનુકરણ કરીને સારુ પરિણામ મેળવાવાની કોશિશ કરું છું.’

આટલા વર્ષોમાં સમય સાથેનો સંબંધ કેવો રહ્યો છે એ વિશે પૂછવામાં આવતા રણવીરે કહ્યું હતું કે ‘મારી લાઇફના વિવિધ તબક્કામાં સમય સાથેનો મારો સંબંધ પણ અલગ-અલગ રહ્યો છે. ક્યારેક સમય અતિશય ધીમો ચાલે છે જે અસહનીય બની જાય છે. તો ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે હું જાણી જોઈને સમય બરબાદ કરું છું. જોકે એ મને સારુ પણ લાગે છે.’
તેનાં મતે લક્ઝરી એટલે શું? એનો જવાબ આપતા રણવીરે કહ્યું હતું કે ‘મારા મતે લક્ઝરી એટલે એક દિવસની રજા. હું એનો ખરેખર ઉપયોગ કરીશ. મારી પાસે જો આવતીકાલનો દિવસ હોય જેને હું મારી વાઇફ સાથે પસાર કરવા માગીશ. મને તેની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવો છે. એથી મારા માટે સમયની લક્ઝરી હોવી એ જ મારા માટે ખરી લક્ઝરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 02:40 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK