Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયેશભાઈ જોરદારમાં તેણે તેના કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે

જયેશભાઈ જોરદારમાં તેણે તેના કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે

07 February, 2020 05:56 PM IST | Mumbai Desk
harsh desai | harsh.desai@mid-day.com

જયેશભાઈ જોરદારમાં તેણે તેના કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે

જયેશભાઈ જોરદારમાં તેણે તેના કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે


રણવીર સિંહની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ના ડિરેક્ટર મનીષ શર્માનું કહેવું છે કે ‘જયેશભાઈ જોરદાર’માં તેણે કરીઅરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે. યશરાજ ફિલ્મ્સની ‘જયેશભાઈ જોરદાર’ને મનીષ શર્મા પ્રોડ્યુસ અને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા એન્ટરટેઇનમેન્ટની સાથે સોશ્યલ મૅસેજ આપવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે બમન ઇરાની અને રત્ના પાઠક શાહને પણ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે શાલિની પાંડે પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ગુજરાતમાં ચાલી રહ્યું હતું જે પૂરું થયું છે. આ વિશે વધુ જણાવતાં મનીષ શર્માએ કહ્યું હતું કે ‘અમે હાલમાં જ ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ પૂરું કર્યું છે અને આ સ્પેશ્યલ ફિલ્મને લોકોને દેખાડવા માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ. રણવીરે આ ફિલ્મમાં તેના ૨૦૦ ટકા આપ્યા છે અને લોકો જ્યારે આ ફિલ્મ જોશે ત્યારે તેમને ખબર પડશે. હું ડંકાની ચોટ પર કહું છું કે ‘જયેશભાઈ જોરદાર’માં રણવીરે તેના કરીઅરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.’

આ ફિલ્મમાં રણવીરે ગુજરાતી પાત્ર ભજવ્યું છે. એ માટે તેણે ઘણું વજન પણ ઘટાડ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે શાલિનીએ પણ કામ કર્યું છે. શાલિની વિશે મનીષ શર્માએ કહ્યું હતું કે ‘શાલિનીએ આ ફિલ્મમાં ખૂબ જ દિલથી કામ કર્યું છે. તેણે આ પાત્રમાં ચાર ચાંદ લગાવી દીધા છે અને એ લોકોના દિલની સ્પર્શી જશે. તેના જેવી ટેલેન્ટેડ ઍક્ટ્રેસ માટે આ એક ખૂબ જ ઉમદા ડેબ્યુ છે.’



‘જયેશભાઈ જોરદાર’ની કાસ્ટ વિશે વાત કરતાં મનીષ શર્માએ કહ્યું હતું કે ‘અમે જ્યારે આ ફિલ્મ બનાવવા માટે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે અમે દરેક પાત્રોને એક ચોક્કસ રૂપે પર્ફોર્મન્સ આપતાં વિઝ્યુઅલ કર્યાં હતાં. રણવીરની સાથે દરેક ઍક્ટર્સ તેમના પર્ફોર્મન્સને લઈને ફિલ્મને એક લેવલ ઉપર લઈ ગયા છે. બમન ઇરાની અને રત્ના પાઠક શાહ સહિત દરેક વ્યક્તિએ ઉમદા કામ કર્યું છે અને દર્શકોને એ પસંદ પડે એવી આશા રાખી રહ્યાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 05:56 PM IST | Mumbai Desk | harsh desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK