આજકાલ દરેક જણના માથા પર Pawriનું ભૂત સવાર છે. દરેક જણ પોત-પોતાની સ્ટાઈલમાં 'Pawri' પર વીડિયોઝ બનાવી રહ્યા છે. એનું ભૂત ફક્ત સામાન્ય લોકો પર ચઢ્યું છે, પરંતુ સેલેબ્સ પણ તેની ખૂબ મજા લઈ રહ્યા છે. અત્યાર સુધી ન જાણે કેટલા સ્ટાર્સે 'Pawri' વીડિયો બનાવ્યો છે, જેને તેમના ફૅન્સે પણ ઘણો પસંદ કર્યો છે. તેમ જ હાલમાં બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ 'Pawri' વીડિયેને લઈને ચર્ચામાં આવી હતી. હાલ તેમના પતિ એક્ટર રણવીર સિંહ પર પણ 'Pawri'નો નશો છવાયો છે. રણવીર સિંહનો એક 'Pawri' વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. એમાં તેનો અતરંગી લૂક ફૅન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
રણવીર સિંહનો એક 'Pawri' વીડિયો હાલ ઘણા ચર્ચામાં છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે હંમેશાની જેમ જ પોતાના અલગ અંદાજમાં ફૅન્સને સરપ્રાઈઝ આપી રહ્યા છે. વીડિયોનાં રણવીરે પોતાના એક ફૅન સાથે તેની હલવા 'Pawri' કરતા નજર આવી રહ્યા છે. તેમનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન રણવીર સિંહના હાથમાં એક ડબ્બો નજર આવી રહ્યો છે, જેમાં હલવો છે. તેમ જ તેમની સાથે તેમની ફૅન પણ નજર આવી રહી છે. બન્નેએ આ દરમિયાન માસ્ક પહેર્યા છે. એક્ટરની તેની ફૅન સાથે તેમની બૉન્ડિંગ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
વીડિયોમાં રણવીર સિંહ ગાજરના હલવાનો બૉક્સ પકડતા કહે છે - 'યે હમ હૈ, યે હમારા ગાજર કા હલવા હૈ ઔર યે હમારી પાર્ટી હો રહી હૈ.' જ્યારે રણવીર આ ડાયલૉગ બોલી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ એક છોકરી જોડાય છે અને તે જ ડાયલૉગ રિપીટ કરે છે. વીડિયોમાં રણવીર સિંહ કલરફૂલ શર્ટ અને બ્લેક ગૉગલ પહેરેલા નજર આવી રહ્યા છે. આ વીડિયોને ફૅન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ એના પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ
20th February, 2021 16:58 ISTગુંડેને લીધે રણવીર અને હું સારા મિત્રો બન્યા છીએ: અર્જુન કપૂર
14th February, 2021 16:01 ISTરણવીર પાસેથી શેની પ્રેરણા લીધી તનાઝ ઈરાનીએ?
6th February, 2021 14:56 ISTરોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરવું સપના જેવું છે : જૅકલિન ફર્નાન્ડિસ
6th February, 2021 14:56 IST