રણવીરની હૅરસ્ટાઈલિસ્ટ બની દીપિકા પાદુકોણ, જુઓ લેટેસ્ટ લૂક

Published: Jul 21, 2020, 15:29 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાના નવા લૂકની ફૅન્સ કરી રહ્યાં છે પ્રશંસા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લોકો લગભગ છેલ્લા ચાર મહિનાથી ઘરમાં જ લૉકડાઉન છે. ત્યારે સેલ્ફ ગ્રુમિંગ પર હાથ અજમવામી રહ્યાં છે. સેલેબ્ઝ પણ તેમાંથી બાકાત નથી. એક તરફ સેલેબ્ઝ લાંબા થયેલા વાળ કાપે છે ત્યારે ટ્રેન્ડસૅટર અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)એ લાંબા વાળ કાપવાને બદલે નવી હૅરસ્ટાઈલ કરી છે. સાથે જ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. અભિનેતાની આ હૅરસ્ટાઈલ બીજા કોઈએ નહીં પણ પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ કરી છે. દીપિકાએ કરી આપેલી આ હૅરસ્ટાઈલના ફૅન્સ દિવાના થઈ ગયા છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અત્યારે ઘરમાં જ ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. બન્ને સોશ્યલ મીડિયા પર એક્ટિવ હોય છે અને અવારનવાર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા હોય છે. તાજેતરમાં જ રણવીર સિંહે સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે. જેમાં તે ઉંચી પોની ટેલમાં જોવા મળે છે. તેના વાળ ઘણા લાંબા થઈ ગયા છે અને આ વાળ કાપી નાખવાને બદલે પત્ની પાસે હૅરસ્ટાઈલ કરાવવાનું રણવીર નક્કી કર્યું હતું.

સોશ્યલ મીડિયા પર નવી હૅરસ્ટાઈલની તસવીર શૅર કરતા રણવીરે લખ્યું છે કે, હૅરસ્ટાઈલ બાય દીપિકા પાદુકોણ. મને મારો આ લૂક ખુબજ ગમ્યો છે તમને મારો લૂક કેવો લાગ્યો?

 
 
 
View this post on Instagram

Hair by: @deepikapadukone Very Mifune in ‘Yojimbo’. I like it. What do you think?

A post shared by Ranveer Singh (@ranveersingh) onJul 20, 2020 at 7:00am PDT

સમુરાઇ લૂકની ચોટી ફૅન્સને બહુ જ ગમી ગઈ છે અને તેઓ રણવીર સિંહની તેમજ તેની હૅરસ્ટાઈલિસ્ટ દીપિકા પાદુકોણની પણ પ્રશંસા કરી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK