દિલ્હીના એક લગ્નમાં લાલ સૂટમાં ખૂબ નાચ્યો રણવીર સિંહ, જુઓ વીડિયો

Published: Nov 04, 2019, 17:49 IST | મુંબઈ ડેસ્ક

ડિઝાઇનર રેડ સૂટ અને તેની સાથે બ્લેક શર્ટમાં હેન્ડસમ દેખાતા રણવીર સિંહે દિલ્હીના એક લગ્નમાં હાજરી આપી હતી.

થોડાંક દિવસ પહેલા રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરતાં લખ્યું હતું કે તે બધાં લગ્ન માટે તૈયાર છે. તેણે મજાકમાં કહ્યું અને આ પોસ્ટ ક્યારે હકીકત બની ગઈ તે હવે જોવા મળે છે. હકીકતે, હંમેશા બધાંને એન્ટરટેઇન કરતો રણવીર સિંહ એક લગ્નમાં ખૂબ નાચતો જોવા મળે છે. દરમિયાન રણવીર સિંહ આખા લગ્ન ફુલઓન જાનમાં જતાં હોય તે સ્ટાઇલમાં ડાન્સ કરતો જોવા મળે છે. અને એટલું જ નહીં ડાન્સ ફ્લોર પર પણ તેની જ ફિલ્મના ગીત વગાડવામાં આવતાં હતા.

 
 
 
View this post on Instagram

RanveerSingh at a party in Delhi last night 🔥🙈🤩💫 . . #ranveersingh #king #selfie #instagood #instadaily @ranveersinghglorious

A post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) onNov 2, 2019 at 11:14pm PDT

ડિઝાઇનર રેડ સૂટ અને તેની સાથે બ્લેક શર્ટમાં હેન્ડસમ દેખાતા રણવીર સિંહે દિલ્હીના એક લગ્નમાં હાજરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે રવિવારે દિલ્હીના એખ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન રામ લીલાના તતડ તતડ, કાલા ચશ્માં, માય નેમ ઇઝ લખન જેવા ગીતો પર પણ ડાન્સ કરતો જોવા મળ્યો. હવે તેના આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના ફ્રી સ્ટાઇલ ડાન્સને લોકો પસંદ કરી રહ્યા છે.

દરમિયાન રણવીર સિંહનો અંદાજ ખૂબ જ અલગ હતો અને હંમેશાની જેમ તે મસ્તી કરતો જોવા મળ્યો. તેણે કેટલાય ગીતો પર ડાન્સ કર્યો, જેમાંથી કેટલાક ગીતો પર તો તેણે એકલાએ અને કેટલાક ગીતો પર લોકોની સાથે ડાન્સ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર તેના ફેનપેજ પર આ નાઇટનો વીડિયો શૅર થઈ રહ્યો છે. જણાવીએ કે આ પહેલા રણવીર સિંહે એક તસવીર શૅર કરી હતી અને લખ્યું કે, "લગ્નની સીઝન આવી ગઈ છે. હાયર કરવા માટે એન્ટરટેનર.... લગ્ન, બર્થડે પાર્ટી, મુંડન બધાં માટે તૈયાર છું."

 
 
 
View this post on Instagram

We love u king 🤴😭🔥 #RanveerSingh #King #Rs @ranveersingh @ranveersinghglorious @ranveersinghglorious #instadaily #happy #instagood

A post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) onNov 3, 2019 at 2:00am PST

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

તેના પછી દીપિકાએ આ પોસ્ટ પર જબરજસ્ત કોમેન્ટ પણ કરી છે. જેમાં તેણે લખ્યું કે, "રણવીર સિંહને હાયર કરવા માટે દીપિકા પાદુકોણને સંપર્ક કરો" સાથે જ અનુપમ ખેર, એકતા કપૂર, અર્જુન કપૂર, મીમી ચક્રવર્તી, કરિશ્મા કપૂર, જતિન શર્માએ પણ રણવીરની મસ્તી કરી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK