દીપિકા પાદુકોણની પ્રેગ્નેન્સીના રૂમર વચ્ચે પતિ રણવીર સિંહે કરી રસપ્રદ કમેન્ટ

Published: Nov 03, 2019, 18:20 IST | મુંબઈ ડેસ્ક

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બેબી પોસ્ટકાર્ડ શૅર કર્યા,

દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો છે અને રવિવારે દીપિકાએ બાળકોની તસવીરો શૅર કરીને પોતાના ચાહકોને ચકિત કરી દીધા હતા. પોતાની પોસ્ટને તેણે "પોસ્ટ દિવાળી સેલિબ્રેશન..."નું નામ આપ્યું. તેના પછી દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બેબી પોસ્ટકાર્ડ શૅર કર્યા, જેનાથી એ પણ અનુમાન લગાવવામાં આવ્યા તે આ તસવીરો તેના બાળપણની તસવીરો છે.

તેના પછી કેટલાક ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે દીપિકા ગર્ભવતી છે અને આ તસવીરો સાથે 'સારા સમાચાર'ની જાહેરાત કરી રહી છે. 'બેબી ઑન ધ કાર્ડ્સ', 'બધાઇ હો', જેવા કોમેન્ટ્સ તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્, પર થવા લાગ્યા. આ બાબતે દીપિકાના પતિ રણવીરે હાર્ટ ઑયવાળી ઇમોજી કોમેન્ટ કરી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ટૂંક સમયમાં જ 'છપાક' ફિલ્મમાં જોવા મળશે.

 
 
 
View this post on Instagram

post diwali celebrations...💤 #diwali

A post shared by Deepika Padukone (@deepikapadukone) onNov 3, 2019 at 12:35am PDT

આ ફિલ્મમાં તે એક એસિડ એટેક સર્વાઇવરની ભૂમિકા ભજવશે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનતી આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રિલીઝ થવાની છે. છપાક બૉક્સ ઑફિસ પર અજય દેવગન અને સૈફ અલી ખાન સ્ટારર પીરિયડ ડ્રામા 'તાનાજી-ધ અનસંગ વૉરિયર'ની સાથે ટકરાશે. સાથે જ દીપિકાએ તાજેતરમાં જ 'મહાભારત'ની દ્રોપદીની ભૂમિકા ભજવશે, જેનું નિર્માણ તે મધુ મંટેનાની સાથે કરશે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

ફિલ્મને ફ્રેન્ચાઇઝી તરીકે બનાવવામાં આવશે, જેનો પહેલો ભાગ દિવાળી 2021ના મોટા પડદા પર આવશે. દીપિકાએ મુંબઇ મિરરને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું દ્રોપદીની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ રોમાંચિત અને સન્માનિત અનુભવું છું. મને હકીકતે વિશ્વાસ છે કે આ ભૂમિકા હંમેશાં યાદ રાખવામાં આવશે." દીપિકાએ ગયા વર્ષે રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેએ આ પહેલા સંજય લીલા ભણસાલીની ત્રણ ફિલ્મોમાં એકસાથે કામ કર્યું હતું. લગ્ન પછી બન્ને પહેલી વાર ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કબીર સિંહ કરવાના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK