Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ...અને રણવીર સિંહે આ રીતે કરી લંડનમાં શૂટિંગ પૂરુ થવાની જાહેરાત

...અને રણવીર સિંહે આ રીતે કરી લંડનમાં શૂટિંગ પૂરુ થવાની જાહેરાત

31 August, 2019 03:52 PM IST |

...અને રણવીર સિંહે આ રીતે કરી લંડનમાં શૂટિંગ પૂરુ થવાની જાહેરાત

...અને રણવીર સિંહે આ રીતે કરી લંડનમાં શૂટિંગ પૂરુ થવાની જાહેરાત


બોલીવુડ એક્ટર રણવીર સિંહ ફિલ્મ '83ના શૂટિંગ માટે લંડનમાં છે. જો કે ફિલ્મના લંડનના શેડ્યુલનું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. રણવીર સિંહે તેના ખાસ અંદાજમાં શૂટિંગ પૂરી થયા હોવાની જાહેરાત કરતા એક વીડિયો શૅર કર્યો હતો. રણવીર સિંહે ફિલ્મ 83નું લંડનનું શૂટિંગ પૂરી થવાને લઈને ચિઅર્સ કરતો એક વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયો શૅર કરતા રણવીરે કેપ્શન આપ્યું હતું. શેડ્યુઅલ પૂરુ, ચિઅર્સ.

આ વીડિયામાં જોવા મળી રહ્યું છે કે, રણવીર સિંહના હાથમાં ગ્લાસ છે અને આ સાથે જ ચિઅર્સ કરી રહ્યાં છે. જો કે વીડિયોમાં કોઈ ઓડિયો નથી. રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી લંડનમાં છે અને તેની સાથે એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ પણ જોવા મળી હતી. હાલમાં જ રણવીર અને દીપિકા ફેન્સ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.



આ પણ વાંચો: ઐશ્વર્યા રાયે કરાવ્યું નવું ફોટોશૂટ, આ બાબત છે ખાસ


રણવીરના લંડનથી ઘણા ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે સનબાથ પણ લેતા પણ દેખાઈ રહ્યા છે. 1983 વર્લ્ડ કપમાં ભારતની જીત પર આધારિત ફિલ્મ 83માં રણવીર સિંહ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. દીપિકા પાદુકોણ ફિલ્મમાં કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 83નું ડિરેક્શન કબીર ખાન કરી રહ્યાં છે. રણવીર સિંહ અને દીપિકા લગ્ન પછી સિલ્વર સ્ક્રિન પર પહેલી વાર સાથે જોવા મળશે. ફિલ્મમાં પણ દીપવીર પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 03:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK