Gully Boy in Oscars: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ઑસ્કર એવૉર્ડ માટે નોમિનેટ

મુંબઈ ડેસ્ક | Sep 21, 2019, 19:12 IST

ફિલ્મ ફેડરેશન, ઝોયા અખ્તર, રીમા કાતગી, રિતેશ સિધવાની, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી અને કલ્કિ કેકલાને આ માટે અભિનંદન

રણવીર સિંહ
રણવીર સિંહ

ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તરના બેનર હેઠળ બનેલી ફિલ્મ, ઝોયા અખ્તરના નિર્દેશન, આલિયા ભટ્ટ અને રણવીર સિંહની કેમેસ્ટ્રીવાળી ફિલ્મ ગલી બૉયને ભારતમાંથી 92માં ઑસ્કર એવૉર્ડમાં ભારતની અધિકારિક ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વિશે ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેણે લખ્યું છે, '92માં ઑસ્કર એવૉર્ડમાં ભારતની અધિકારિક એન્ટ્રી તરીકે ગલી બૉયની પસંદગી થઈ છે. અપના ટાઇમ આએગા. ફિલ્મ ફેડરેશન, ઝોયા અખ્તર, રીમા કાતગી, રિતેશ સિધવાની, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી અને કલ્કિ કેકલાને આ માટે અભિનંદન'

ફરહાન અખ્તરે આગળ લખ્યું છે, "આ સિવાય તે કલાકારો અને ક્રૂનો પણ આભાર વ્યક્ત કરું છું જેમણે આ ફિલ્મને અહીં સુધી પહોંચવામાં મદદ કરી છે." નોંધનીય છે કે જેવી રીતે આ વાતની માહિતી ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર આપી વધામણી આપનારાની ભીડ જામી ગઈ. ફિલ્મ ગલી બૉય મુંબઇમાં રહેતા એક સામાન્ય છોકરાની સ્ટોરી છે જે આગળ જતાં રેપરના વિશ્વમાં એક મોટું નામ કમાય છે.

આ ફિલ્મમાં રણવીર સિંહના જીવનની મુશ્કેલીઓ પણ દર્શાવવામાં આવી છે. સાથે એ પણ દર્શાવવામાં આવ્યું છએ કે તે કઈ રીતે તેના પર વિજય મેળવે છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારું કલેક્શન કર્યું હતું. રણવીર સિંહ અને આલિયા ભટ્ટને આ ફિલ્મમાં લોકોએ ખૂબ જ વખાણ્યા હતા.

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

જો કે ફિલ્મને લઈને અત્યાર સુધી રણવીર સિંહ કે આલિયા ભટ્ટ તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી. જોકે આશા છે કે તે ટૂંક સમયમાં જ આ બાબતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરશે. આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે મુંબઇની ગલીઓમાં કર્યું હતું. આ ફિલ્મ દ્વારા કેટલાય રેપર્સને પોતાનું ટેલેન્ટ વ્યક્ત કરવાની તક મળી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK