સુર્યવંશી સાથે જોવા મળ્યા સિંઘમ અને સિંબા, મળીને કરશે દુશ્મનોને પરાસ્ત

Published: Oct 10, 2019, 17:42 IST | મુંબઈ ડેસ્ક

આ ફિલ્મમાં તમને અજય દેવગન અને રણવીર સિંહની સાથે સાથે અક્ષય કુમાર પણ જોવા મળશે.

રોહિત શેટ્ટી ફરી એકવાર કૉપ યૂનિવર્સની ધમાકેદાર ફિલ્મ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તમને અજય દેવગન અને રણવીર સિંહની સાથે સાથે અક્ષય કુમાર પણ જોવા મળશે.

બોલીવુડમાં એક્શન ફિલ્મમેકર તરીકે જાણીતા રોહિત શેટ્ટીની ફિલ્મ સુર્યવંશીનો પહેલો લુક જાહેર કરી દીધો છે. સૂર્યવંશી ફિલ્મના આ ફસ્ટ લુકમાં સિંઘમ અજય દેવગન અને સિંબા રણવીર સિંહ દેખાઇ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સુર્યવંશી છે. આ ફિલ્મ માટે આ ત્રણે અભિનેતા સાથે આવી રહ્યા છે એવી ચર્ચા તો ઘણાં વખતથી થઈ રહી છે, હવે ફિલ્મ મેકર્સે દર્શકોને આની ઝલક પણ બતાવી છે.

મેકર્સે ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આની એક ઝલક શૅર કરી છે જેમાં સ્ટારનો ટ્રાયો જોવા મળે છે. આમાં અક્ષય કુમાર મધ્યમાં છે અને તેની આસપાસ રણવીર અને અજય દેખાય છે. તસવીરમાં ફક્ત અક્ષય કુમારનો ચહેરો દેખાય છે અને બાકી બીજા બન્નેના સાઇડ ફેસ દેખાય છે.

રિપોર્ટ્સ પ્રમાણે ક્લાઇમેક્સ સીન માટે મોટું સેટ તૈયાર કરવામાં આ્યું છે. આ સીન 20 દિવસમાં શૂટ કરવામાં આવશે. તેના ક્લાઇમેક્સની સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં રોહિત શેટ્ટીના ત્રણે પોલીસ ઑફિસર એકસાથે જોવા મળશે.

આ પહેલા કેટરીના પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મમાં અક્ષય કુમારના પાત્રના નામનો ખુલારો કરી ચૂકી છે. અક્ષય ફિલ્મમાં વીર સૂર્યવંશીના પાત્રમાં જોવા મળશે.

 
 
 
View this post on Instagram

Now Shooting 🎬 #sooryavanshi #onset @itsrohitshetty @akshaykumar @karanjohar

A post shared by Katrina Kaif (@katrinakaif) onOct 8, 2019 at 5:24am PDT

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

જણાવીએ કે ફિલ્મમાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની નમસ્તે લંડન કૉ-સ્ટાર કેટરીના કૅફ પણ લીડ રોલમાં છે. ફિલ્મ 27 માર્ચ 2020માં રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK