તેરી મેરી કહાની ટીઝર: રાનૂ મંડલે હિમેશ રેશમિયાનો આ રીતે માન્યો આભાર!!

Published: Sep 10, 2019, 20:40 IST | મુંબઈ ડેસ્ક

સુપર સ્ટાર સિંગર જજ હિમેશ રેશમિયાએ તેને બ્રેક આપતાં મોટી ઑફર આપી. આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં હિમેશ સાથે ગીત ગાઇ રહી છે.

હિમેશ રેશમિયા, રાનૂ મંડલ
હિમેશ રેશમિયા, રાનૂ મંડલ

હિમેશ રેશમિયા અને રાનૂ મંડલનું ગીત 'તેરી મેરી કહાની'નું ટીઝર આઉટ થઈ ગયું છે, અને બુધવારે આ ગીત લૉન્ચ થઈ જશે. આ ગીત સપનાઓને હકીકતમાં બદલાવવાની સ્ટોરી છે. આ ગીત રાનૂ મંડલના વાસ્તવિક જીવનની સ્ટોરી પણ દર્શાવે છે. આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટ્રેક પણ રાનૂ મંડલનું પહેલું બોલીવુડ ગીત છે.

'તેરી મેરી કહાની' ટીઝરમાં રાનૂના વાયરલ વીડિયોના શૉટ્સની સાથે સાથે હિમેશવા ગીતની રેકૉર્ડિંગ અને ફિલ્મના સીન્સ પણ જોવા મળે છે. તો સાથે જ સોનિયા માન પણ છે.

નોંધનીય છે કે રાનૂ મંડલે કોલકાતા રેલ્વે સ્ટશન પર રહેતા એક રાહગીરના કહેવા પર "એક પ્યાર કા નગમા હૈ" ગીત રેકૉર્ડ કર્યું હતું. તેના પછી લતા મંગેશકર સાથે તેના અવાજની તુલના કરતાં વીડિયો વાયરલ થઈ ગયો. તેની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આફવા માટે એક એનજીઓએ તેનું મેકઓવર કરી દીધું અને ટીવી શૉ સુપરસ્ટાર સિંગરે પણ પોતાના એક એપિસોડમાં તેનું સ્વાગત કર્યું.

તેના પછી સુપરસ્ટાર સિંગર જજ હિમેશ રેશમિયાએ તેને બ્રેક આપતાં મોટી ઑફર આપી. રાનૂ મંડલે તેની આગામી ફિલ્મ હેપ્પી, હાર્ડી એન્ડ હીરમાં હિમેશ રેશમિયા સાથે ગીતો ગાયા. હિમેશે એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં તે રાનૂને 'તેરી મેરી કહાની' રેકૉર્ડ કરતાં જોઈ શકો છો. હેપ્પી, હાર્ડી ઔર હીરના નિર્માતાઓએ હવે બુધવારે આખું ગીત લૉન્ચ કરતાં પહેલા એક ટીઝર રિલીઝ કર્યું છે. હિમેશે રાનૂ સાથે 'આદત' અને 'આશિકી મેં તેરી' પણ રેકૉર્ડ કર્યા છે.

આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

ઇંડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં રાનૂ મંડલે હિમેશ રેશમિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, "તે પહેલી વાર હતું જ્યારે મને કોઇકે શીખવ્યું. હું ગાવાની ટેક્નિક્સ નથી જાણતી. હિમેશજીએ મને એક પરિવારના સભ્યની જેમ માનીને મારા જીવનની સૌથી મોટી તક આપી. હું ભગવાનની આભારી છું કે તેણે મને આવું સપનું બતાવ્યું. હું એક તૂટેલા પરિવારથી છું અને મેં આટલો બધો પ્રેમ ક્યારેય નથી જોયો."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK