આદિત્ય ચોપડાની ફિલ્મ ‘મર્દાની 2’ના પ્રમોશન માટે ઝી ટીવીના ટૉક-કમ-મ્યુઝિક શો ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’માં રાની મુખરજી આવી છે. આ શો દરમ્યાન રાનીએ પોતાની પ્રોફેશનલ કરીઅર અને સાથોસાથ આગામી ફિલ્મની વાત તો કરી જ છે, પણ શોના હોસ્ટ સિદ્ધાર્થ કાનને રાની પાસેથી તેની અંગત લાઇફની વાતો પણ કઢાવી છે, જે આગામી રવિવારના એપિસોડમાં જોવા મળશે.
એક સવાલના જવાબમાં રાનીએ તેની દીકરી આદિરાની વાત કરતાં કહ્યું હતું કે આદિરાને શરૂઆતમાં ખબર નહોતી કે હું ઍક્ટિંગ કરું છું. હવે તેને અણસાર આવી ગયો છે, પણ શરૂઆતમાં જ્યારે હું એને લીધે જ શૂટ પરથી સીધી ઘરે આવું કે તરત જ તે મને મેકઅપ વૉશ કરવા મોકલી દેતી. તેને હું મેકઅપ સાથે જોવી નહોતી ગમતી. બાળકોની કેટલીક ખાસિયત હોય છે અને આદિરાને પણ એવી જ ખાસિયત હતી. હવે તેને આઇડિયા આવી ગયો છે કે હું પ્રોફેશનલી ઍક્ટિંગ ફીલ્ડ સાથે છું. પહેલાં મારે જવાનું હોય તો ચોરીછૂપી નીકળવું પડતું, પણ હવે તે મને સામેથી જવા દે છે.
Rani Mukerjiની પહેલી હિટમાં તેના અવાજને કરવામાં આવ્યો ડબ
Dec 14, 2019, 17:30 ISTMardaani 2 Box Office Collection Day 1: પહેલા દિવસે કરી આટલી કમાણી
Dec 14, 2019, 14:08 ISTMardaani 2 Movie Review: જાણો કેવી છે ફિલ્મ, મળ્યા આટલાં સ્ટાર
Dec 13, 2019, 15:12 ISTવધુમાં વધુ મહિલાઓએ પોલીસ દળમાં સામેલ થવું જોઈએ : રાની
Dec 13, 2019, 11:44 IST