રાની મુખરજી દાઉદની બહેન?

Published: 17th October, 2014 03:37 IST

‘મર્દાની’થી કમબૅક કરનારી રાની મુખરજીને લઈને ફિલ્મમેકર અપૂર્વ લાખિયા અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.


hasheena-parkar


rani mukherjee


મુંબઈના નાગપાડાના એક અપાર્ટમેન્ટમાં રહેતી હસીનાનું તાજેતરમાં અવસાન થયું, પણ એ પહેલાં તેની સાથે અપૂર્વ લાંબા સમયથી સંપર્કમાં હતો જેના કારણે તે હસીનાની નાનામાં નાની વાત જાણી શકે અને પોતાની ફિલ્મમાં તે આબેહૂબ બતાવી શકે. આ ફિલ્મમાં રાની મુખરજીને લેવાનું કારણ એ છે કે તે હસીનાના પાત્ર સાથે સંપૂર્ણ રીતે ન્યાય કરી શકવાને સક્ષમ છે અને તેને ફિલ્મનો કન્સેપ્ટ અને હસીનાના પાત્રને ધ્યાનમાં રાખીને વજન વધારવાની વાત પણ ગમી છે. અપૂર્વએ પોતાની આ ફિલ્મનું નામ ‘હસીના’ જ રાખ્યું છે જેના પર નવેમ્બર મહિનાથી કામ શરૂ કરવામાં આવશે. રાની અને બીજા કો-સ્ટાર હસીનાના પાત્રને બરાબર સમજી શકે એ માટે અપૂર્વ એક વર્કશૉપ રાખવાનો પણ વિચાર કરી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK