મુંબઈ પોલીસના યોગદાનને સલામ કરે છે રાની મુખરજી
રાની મુખરજી
મુંબઈ પોલીસની સેવા અને યોગદાનને રાની મુખરજીએ સલામ કરી છે. તેઓ જે રીતે કોરોના સામે બહાદુરીથી જંગ લડી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. વર્તમાન સમયમાં મુંબઈ પોલીસ ફાઉન્ડેશને સૌને શાંત રહેવાની અપીલ કરી છે. મુંબઈ પોલીસની પ્રશંસા કરતાં રાનીએ કહ્યું હતું કે ‘આજે આખું જગત કોરોના વાઇરસ સામે યુદ્ધ કરી રહ્યું છે. આ કપરા સમયમાં જે લોકો એનો સામનો બહાદુરીથી કરી રહ્યા છે તે ફ્રન્ટલાઇન વર્કર્સ જેવા કે મેડિકલ પર્સનેલ, સાહસી સૈનિકો, પોલીસ દળ છે. તેઓ આપણી સલામતી માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. એક મુંબઈકર તરીકે હું મુંબઈ પોલીસ ફાઉન્ડેશનનો તેમની સેવા માટે દિલથી આભાર માનું છું. સાથે જ આ કપરા સમયમાં તેમના પરિવારની હિમ્મત અને ત્યાગ બદલ તેમનો આભાર માનું છું. તેમની આ બહાદુરી, સમર્પણ અને સેવા વર્ષોનાં વર્ષો સુધી યાદ કરવામાં આવશે. એથી આપણે સૌ તેમને મદદ કરવા માટે લૉકડાઉનના તમામ નિયમોનું પાલન કરીએ, તેમની સલામતી માટે સૅનિટાઇઝરનો ઉપયોગ કરીએ. આપણે તેમના અને તેમના પ્રિયજનોના આભારી છીએ. જય હિન્દ.’