ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર અને હવે હિન્દી વેબ-સિરીઝમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવી લેનારી ઍક્ટ્રેસ રાની ચૅટરજી ઍન્ડ ટીવીના શો ‘ગુડિયા હમારી સભી પે ભારી’માં સ્પેશ્યલ એન્ટ્રી કરશે. બોલ્ડ સીન આપવા માટે ભારોભાર વખણાતી રાનીની આ પહેલી સિરિયલ છે. રાનીએ કહ્યું કે ‘એન્ટ્રી જે સમયે કરવાની છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો સાથોસાથ મને મારું કૅરૅક્ટર પણ બહુ ગમ્યું એટલે મેં રોલ કરવાની હા પાડી.’
સિરિયલમાં બન્યું છે એવું કે નન્હે નામનું જે કૅરૅક્ટર છે એની પ્રેમિકા બનીને ફૂલકુમારી શોમાં દાખલ થાય છે. ફૂલકુમારીના બોલ્ડ એક્સપ્રેશન અને લટકામટકાને કારણે તે ઘરના તમામ પુરુષોમાં રાતોરાત પૉપ્યુલર થઈ જાય છે અને સામે ઘરની તમામ મહિલાઓ આ કુમારીને સ્વીકારવા રાજી નથી, પણ કોઈ તેને કાઢી શકે એમ નથી. કારણ કે નન્હેને કૅન્સર છે અને હવે તે થોડા દિવસનો જ મહેમાન છે. નન્હેનો જેટલો સમય છે એ સમય હસીખુશીમાં પસાર થાય એવા હેતુથી ગુડિયા ફૂલકુમારીને ઘરમાં સ્થાન આપે છે એ સ્થાન એકેક પુરુષોના રંગ પણ ખુલ્લા પાડવાનું કામ કરે છે.
દિવ્યા ખોસલા કુમારને ફિલ્મમેકર બનવું એ સરળ નથી લાગી રહ્યું
18th January, 2021 16:24 ISTઘણું કહી જાય છે આયુષ્માનની કવિતા
18th January, 2021 16:20 ISTરાધેશ્યામનું શેડ્યુલ પૂરું કર્યું પૂજા હેગડેએ
18th January, 2021 16:18 ISTકાર્તિક આર્યનની ધમાકા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા
18th January, 2021 16:14 IST