રંગોલી ચંદેલે તાપસી પન્નૂને કહી ‘સસ્તી’ કોપી, અનુરાગ કશ્યપે આપ્યો જવાબ

Updated: Jul 04, 2019, 13:25 IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી રંગોલી બોલીવુડના જુદાં જુદાં અભિનેતાઓને અંગે નિવેદન અને ટ્વિટથી વિવાદોમાં ઘેરાયેલી હતી, અને હવે રંગોલી ચંદેલે તાપસી પન્નૂને નિશાન બનાવી છે.

તાપસી પન્નૂએ વખાણ્યું જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર
તાપસી પન્નૂએ વખાણ્યું જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર

કંગનાની બહેન રંગોલી ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને તેની નજર દરેક વસ્તુ પર હોય છે. બુધવારે જ્યારે કંગના રનૌતની નવી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર આવ્યું ત્યારે અન્ય ચાહકોની જેમ અભિનેત્રી તાપસી પન્નૂએ પણ તે જોયું. તાપસીને આ ટ્રેલર ગમ્યું અને તેણે ટ્વિટર પર તેના વખાણ પણ કર્યા. તાપસીએ પોતાના ટ્વિટર પર લખ્યું કે, "આ ખૂબ જ કૂલ છે!!! આનાથી હંમેશાંથી જ મોટી આશાઓ હોય છે અને આ એકદમ પૈસા વસૂલ છે!"

પણ લાગે છે રંગોલી પોતાની બહેન વિરુદ્ધ નથી સાંભળી શકતી તેમજ તેના વખાણ પણ સહન કરી શકતી નથી. તેથી જ તેણે તાપસીના વખાણ ભરેલા ટ્વીટને બદલે તાપસીને પોતાની બહેનની સસ્તી કોપી કહી દીધું. રંગોલીએ તાપસીના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે, "કેટલાક લોકો કંગનાની કોપી કરીને દુકાન ચલાવે છે, પણ ધ્યાન આપો, તે ક્યારેય તેના પર ધ્યાન નથી આપતાં અને તેની ફિલ્મના ટ્રેલરના વખાણ કરતી વખતે તેનું નામ પણ નથી લેતાં. છેલ્લે જ્યારે મે તાપસીજીને કહેતાં સાંભળ્યા ત્યારે તે કહી રહી હતી કે કંગનાને બેગણા ફિલ્ટરની જરૂર છે અને તાપસીજી તમારે સસ્તી કૉપી બનવાનું છોડી દેવું જોઈએ."

આ બાબતે તાપસી પન્નૂનો સાથ આપવા માટે બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ આગળ આવ્યા. અનુરાગે રંગોલીના ટ્વિટનો જવાબ આપતાં લખ્યું, "રંગોલી આ વધારે થઈ રહ્યું છે. આ ખૂબ જ નિરાશાજનક છે. મને ખબર નથી હું આ વિશે શું કહું. તારી બહેન અને તાપસી બન્ને સાથે કામ કર્યા પછી... મને સમજાતું નથી... એક ટ્રેલરના વખાણ કરવા, તેની દરેક વસ્તુના વખાણ કરવા કહેવાય. જેમાં કંગના પણ આવે છે."

જણાવીએ કે વર્ષ 2018માં તાપસીએ પૂછ્યું કે તે કંગના રનૌતને શું ગિફ્ટ કરવા માગશે ત્યારે તેણે કહ્યું કે કંગનાને ડબલ ફિલ્ટર આપશે. હવે લાગે છે તાપસીની આ વાત તેના પર ભારે પડવાની છે., તો કંગનાની બહેન રંગોલીની વાત કરીએ તો તે તાપસી પહેલા કરણ જોહર, આલિયા ભટ્ટ, રણવીર કપૂર અને હ્રિતિક રોશન સાથે પણ ટ્વિટર પણ પંગો લઈ ચૂકી છે. રંગોલીએ આ બધાંને પણ ઘણું ખરું ખોટું કહ્યું છે.

આ પણ વાંચો : Dharmendra ફોટો શૅર કરીને કહ્યું,'હું આમને છોડીશ નહીં'

કંગના રનૌતની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાની વાત કરીએ તો તેનું ટ્રેલર લોકોને ખૂબ જ ગમ્યું છે. આ એક સાઇકોલોજિકલ ડ્રામા ફિલ્મ છે. કંગના આ ફિલ્મ દ્વારા પોતોની ફિલ્મ ક્વીનના કો-સ્ટાર રાજકુમાર રાવ સાથે બીજીવાર મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા, 26 જુલાઇના રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK