Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘હિરોઇન’માં રણદીપના પાત્રની પ્રેરણા છે યુવાનીનો ક્રિકેટર ઇમરાન ખાન

‘હિરોઇન’માં રણદીપના પાત્રની પ્રેરણા છે યુવાનીનો ક્રિકેટર ઇમરાન ખાન

23 August, 2012 06:04 AM IST |

‘હિરોઇન’માં રણદીપના પાત્રની પ્રેરણા છે યુવાનીનો ક્રિકેટર ઇમરાન ખાન

‘હિરોઇન’માં રણદીપના પાત્રની પ્રેરણા છે યુવાનીનો ક્રિકેટર ઇમરાન ખાન


randeep-imran-khanડિરેક્ટર મધુર ભંડારકરની ‘હિરોઇન’માં રણદીપ હૂડા મહત્વનો રોલ ભજવી રહ્યો છે એનો બધાને ખ્યાલ હતો, પણ હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં તે હિરોઇન કરીના કપૂર સાથે અફેર હોય એવા ક્રિકેટરનો રોલ ભજવી રહ્યો છે. મજાની વાત તો એ છે કે ચર્ચા પ્રમાણે તેના આ પાત્રની પ્રેરણા પાકિસ્તાનના લોકપ્રિય ક્રિકેટર ઇમરાન ખાનના યુવાનીના દિવસોમાંથી લેવામાં આવી છે. જોકે એ વાત અલગ છે કે ફિલ્મમાં કોઈ જગ્યાએ આ વાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી. આ ફિલ્મમાં રણદીપને પાકિસ્તાની ક્રિકેટટીમના કૅપ્ટન તરીકે તો નથી દેખાડવામાં આવ્યો, પણ તેને ફિલ્મમાં યંગ ઇમરાન જેવો જ રંગીન મિજાજનો દર્શાવવામાં આવ્યો છે.

રણદીપ હૂડાએ આ ફિલ્મમાં ક્રિકેટરનો રોલ ભજવતાં પહેલાં ટોચના ભારતીય ક્રિકેટર વીરેન્દર સેહવાગ પાસેથી આની ટિપ્સ પણ લીધી હતી તેમ જ નસીરુદ્દીન શાહ સાથે તે વીરેન્દર સેહવાગની ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ક્રિકેટમૅચ પણ જોવા ગયો હતો. હાલમાં રણદીપ પોતાની અન્ય ફિલ્મનું સાઉથ આફ્રિકામાં શૂટિંગ કરી રહ્યો છે અને તેણે આ મુદ્દે કંઈ પણ કહેવાની ના પાડી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2012 06:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK