Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણદીપે છોડી દીધું સ્મોકિંગ

રણદીપે છોડી દીધું સ્મોકિંગ

12 December, 2012 06:19 AM IST |

રણદીપે છોડી દીધું સ્મોકિંગ

રણદીપે છોડી દીધું સ્મોકિંગ



જોકે હાલમાં રણદીપ હૂડાએ ભારે મહેનત પછી પોતાની આ કુટેવ છોડી છે અને તેના દાવા પ્રમાણે તેણે દિવાળી પછી સિગારેટને હાથ સુધ્ધાં નથી અડાડ્યો.

રણદીપ એક સમયે ચેઇનસ્મોકર હતો. તેની આ આદત વિશે તેની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘રણદીપ પહેલાં સતત સિગારેટ ફૂંકતો દેખાતો હતો. તે શૉટ વચ્ચે, ભોજન બાદ અને ફોન પર વાત કરતી વખતે પણ સ્મોકિંગ કરવાની તલબ બુઝાવી લેતો હતો.’

પોતાના સિગારેટ છોડવાના અનુભવ વિશે વાત કરતાં રણદીપ કહે છે, ‘મારે માટે આ બહુ મુશ્કેલ હતું. હું સતત સિગારેટ પીતો હતો. હવે જ્યારે સિગારેટ પીવાની બહુ ઇચ્છા થાય છે ત્યારે હું કાં તો પાણી પી લઉં છું અથવા તો કંઈક ખાવાનું અને ચ્યુઇંગ ગમ ચાવવાનું પસંદ કરું છું. મેં ૧૮ વર્ષ કરતાં પહેલાં બહુ નાની વયે સ્મોકિંગ શરૂ કરી દીધું હતું અને હજી પણ હું મારી આ તલબ પર સંપૂર્ણ કાબૂ નથી મેળવી શક્યો, પણ ઘણો કાબૂ મેળવી લીધો છે એ વાતની મને ખુશી છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2012 06:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK