Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન સામે થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે આ અભિનેતા, જુઓ વીડિયો

સલમાન ખાન સામે થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે આ અભિનેતા, જુઓ વીડિયો

11 November, 2019 07:25 PM IST | Mumbai Desk

સલમાન ખાન સામે થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે આ અભિનેતા, જુઓ વીડિયો

સલમાન ખાન સામે થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે આ અભિનેતા, જુઓ વીડિયો


'રાધે'માં વિલનનું પાત્ર ભજવતાં અભિનેતા સલમાન ખાન સામે ટક્કર લેવા માટે જિમમાં ખૂબ જ પરસેવો પાડી રહ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડના 'સુલ્તાન' સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'રાધે' આવતાં વર્ષે ઇદના અવસરે રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેની માહિતી સલમાન ખાને પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનેત્રી દિશા પટણી પણ મુખ્ય ભૂમિકા ભજવતી દેખાશે. તાજેતરમાં જ, ફિલ્મમાં વિલનના પાત્રમાં દેખાતા અભિનેતા રણદીપ હુડ્ડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક્ટર જિમમાં પરસેવો પાડતો જોવા મળે છે. હવે જ્યારે ટક્કર બોલીવુડના ભાઈજાન સાથે થતી હોય તો જિમમાં પરસેવો પાડવો તો જરૂરી છે.




વીડિયો શૅર કરતાં રણદીપ હુડ્ડાએ કૅપ્શન પણ ખૂબ જ સપસ આપ્યું છે. તેણે વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, "640 પાઉંડ સાથે લેગ પ્રેસ, મોસ્ટ વૉન્ટેડ ભાઇ સામે ટકરાવા માટે. સલમાન ખાન તમે કેટલા પ્રેસ કરો છો બ્રધર. હું તો મારું બેસ્ટ આપું છું. આ મારું મન્ડે મોટિવેશન છે, તમારું શું છે?" રણદીપ હુડ્ડાના આ વીડિયો પર ચાહકો ઘણું બધું રિએક્ટ કરી રહ્યા છે, જો કે આ હજી સુધી સલમાન ખાનનું કંઇ જ રિએક્શન નથી આવ્યું.


આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

જણાવીએ કે પ્રભુદેવા સાથે ફિલ્મ 'રાધે' બનાવતાં પહેલા સલમાન ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇંશાઅલ્લાહ' દ્વારા ઇદ પર ધમાલ મચાવવાનો હતો. જો કે, કેટલાક વિવાદોને કારણે સલમાન ખાને તે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જો કે, હવે 'રાધે' માટે ચાહકોનો ઉત્સાહ બેગણું થઈ ગયું છે. સાથે જ, જણાવીએ કે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'દબંગ 3' 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 07:25 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK