Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનફેર અને લવલી લઈને આવી રહ્યાં છે રણદીપ અને ઇલિઆના ડિક્રુઝ

અનફેર અને લવલી લઈને આવી રહ્યાં છે રણદીપ અને ઇલિઆના ડિક્રુઝ

16 March, 2020 12:25 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

અનફેર અને લવલી લઈને આવી રહ્યાં છે રણદીપ અને ઇલિઆના ડિક્રુઝ

ઇલિઆના ડિક્રુઝ

ઇલિઆના ડિક્રુઝ


રણદીપ હૂડા અને ઇલિઆના ડિક્રુઝ લઈને આવી રહ્યાં છે ફિલ્મ ‘અનફેર અને લવલી.’ સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એ ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે. ઇન્ડિયામાં ગોરા હોવું એને સુંદરતા ગણવામાં આવે છે અને એ જ વિષય પર આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ભારતીયો વાઇટ સ્કિન પાછળ જે રીતે ઘેલા છે એના પર આ કૉમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

આ ફિલ્મની સ્ટોરીમાં હરિયાણા પર આધારિત ડસ્કી છોકરીની વાત કરવામાં આવે છે જેની ચામડીનો કલર બ્રાઉન હોય છે અને એની પાછળ ભારતીયોને કેવો પૂર્વગ્રહ રહેલો છે એ દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં લવલીના ટાઇટલ રોલમાં ઇલિઆના જોવા મળશે. ‘સાંડ કી આંખ’ અને ‘મુબારકાં’ના સ્ક્રીનપ્લે રાઇટર બલવિન્દર સિંહ જાનુઆ આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરશે. આ ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવશે અને બોલ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવશે. આ વિશે ઇલિઆના ડિક્રુઝે કહ્યું હતું કે ‘મારી પહેલી હિન્દી ફિલ્મ ‘બરફી’ બાદ હું કોઈ પાત્ર સાથે ખૂબ સારી રીતે કનેક્ટ થઈ હોઉં તો એ આ લવલીનું છે. મેં ભજવેલાં તમામ પાત્રો કરતાં આ પાત્ર એકદમ અલગ અને ચૅલેન્જિંગ છે. આ ખૂબ જ અદ્ભુત કોલાબોરેશન છે અને એને કેવી રીતે સ્ક્રીન પર રજૂ કરવામાં આવે એ માટે હૂં ખૂબ જ ઉતાવળી છું. આ પાત્ર માટે ખૂબ જ સેન્સિટિવિટી હોવી જરૂરી છે અને એ સાથે જ લોકોના ચહેરા પર સ્માઇલ આવશે એ માટે સોની પિક્ચર્સ ફિલ્મ ઇન્ડિયા અને બલવિન્દર સિંહ જાનુઆએ ખૂબ તકેદારી રાખી છે.’



આ ફિલ્મમાં ઇલિઆના સાથે કામ કરનાર રણદીપ હૂડાએ કહ્યું હતું કે ‘કૉમેડી ફિલ્મો તરફ મને હંમેશાં આકર્ષણ રહ્યું છે. મારી પણ ફની સાઇડ છે, પરંતુ સ્ક્રીન પર મેં એને ક્યારેય રજૂ નથી કરી. મને જ્યારે આ સ્ટોરી નરેટ કરવામાં આવી ત્યારે મેં તરત જ એને માટે હા પાડી દીધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 12:25 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK