Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરને જોઈને આવી મમ્મી-ડેડીમાં પૉઝિટિવિટી

રણબીર કપૂરને જોઈને આવી મમ્મી-ડેડીમાં પૉઝિટિવિટી

05 April, 2019 10:09 AM IST |

રણબીર કપૂરને જોઈને આવી મમ્મી-ડેડીમાં પૉઝિટિવિટી

મમ્મી પપ્પા સાથે રણબીર કપૂર

મમ્મી પપ્પા સાથે રણબીર કપૂર


ન્યુ યૉર્કમાં સારવાર લઈ રહેલા રિશી કપૂરને મળવા રણબીર કપૂર ત્યાં ગયો હતો. તેના ત્યાં જવાથી પેરન્ટ્સને પૉઝિટિવિટીનો અનુભવ થઈ રહ્યો છે. તેમની આ મુલાકાતનો ફોટો નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં રિશી કપૂર અને નીતુ કપૂર ખુશખુશાલ દેખાઈ રહ્યા છે તો રણબીરે એક આંખ મીંચીને મસ્તીના મૂડમાં પોઝ આપ્યો છે. આ ફોટોને રિશી કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ હાર્ટની ઇમોજીથી કમેન્ટ કરી હતી તો આલિયા ભટ્ટે પણ હાર્ટની ઇમોજીથી આ ફોટો પર રીઍક્ટ કર્યુ હતું. આ ફૅમિલી ફોટોને ઇન્સ્ટાગ્રામ પર નીતુ કપૂરે શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘તમે જ્યારે ઉદાસ હો ત્યારે પૉઝિટિવિટી, ખુશી, પ્રેમ અને એ આંખ મીંચવું ખૂબ જ અદ્ભુત આનંદ આપે છે.’

આ પણ વાંચોઃ સિને અવૉર્ડમાં રણબીર-આલિયાનો રોમાંસ


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 10:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK