રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ૨૦૨૨ની હોળી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને લવ રંજન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે જેને તે અંકુર ગર્ગ અને ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું અને એનું શૂટિંગ જાન્યુઆરીમાં દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ દ્વારા રણબીર અને શ્રદ્ધાની જોડી પહેલી વાર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ જોવા મળશે. લવ રંજન તેની ફિલ્મો માટે જાણીતો છે અને એથી જ આ ફિલ્મ માટે લોકો ઘણી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રાહ જોવાનું કારણ રણબીર અને શ્રદ્ધાની જોડી પણ છે. લવ રંજને આ વિશે ટ્વિટર પર ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.
રેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 ISTફોટોના ગેરકાયદે ઉપયોગ બદલ પ્રોડક્શન કંપની સામે સુનીલ શેટ્ટીની પોલીસ-ફરિયાદ
5th March, 2021 12:00 IST‘પઠાનની સ્ટોરીના ક્લાઇમૅક્સથી ટાઇગર 3ની સ્ટોરીની શરૂઆત થશે?
5th March, 2021 11:54 IST