Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂર-આલિયા ભટ્ટ ઝઘડતા દેખાયા, જુઓ વીડિયો

રણબીર કપૂર-આલિયા ભટ્ટ ઝઘડતા દેખાયા, જુઓ વીડિયો

15 February, 2019 07:57 AM IST | મુંબઈ

રણબીર કપૂર-આલિયા ભટ્ટ ઝઘડતા દેખાયા, જુઓ વીડિયો

ગલી બૉયના સ્ક્રીનિંગમાં સાથે આવ્યા હતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

ગલી બૉયના સ્ક્રીનિંગમાં સાથે આવ્યા હતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ


રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપ હાલ બોલીવુડમાં સૌથી વધુ ચર્ચાઈ રહી છે. ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરે તેવી શક્યતા છે. જો કે એ પહેલા એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઉગ્ર ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ફિલ્મ 'ગલી બૉય'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ સમયનો છે.

ફિલ્મની રિલીઝના આગલા દિવસે મેકર્સે મુંબઈમાં સ્પેશિયલ શૉનું આયોજન કર્યું હતું. જ્યાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પણ પોત પોતાના પાર્ટનર્સ દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતા.



જો કે જેવા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ પૂરી થયા બાદ થિયેટરની બહાર નીકળીને કારમાં બેઠા કે તરત જ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થતી જોવા મળી. બંને વચ્ચે કઈ બાબતે મતભેદ છે તે સામે નથી આવ્યું, જો કે આ ઘટના સમયે આલિયા મૂંઝવણમાં દેખાઈ. આ વીડિયો જાણીતા બોલીવુડ ફોટોગ્રાફરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. જેમાં કપલ વચ્ચે મતભેદ દેખાઈ રહ્યો છે.


જુઓ વીડિયો

 
 
 
View this post on Instagram

#ranbirkapoor #aliabhatt today at the special screening of #gullyboy

A post shared by Viral Bhayani (@viralbhayani) onFeb 13, 2019 at 1:32pm PST



આ વીડિયો પર ફૅન્સની કમેન્ટ્સ પણ આવી રહી છે. કેટલાક ફેન્સ આલિયા ભટ્ટને આ રિલેશનશિપ છોડવા સલાહ આપી રહ્યા છે. એક ફેને વીડિયો નીચે કમેન્ટ કરીને લખ્યું,'તુ ખરેખર રણબીર કપૂર સાથે રિલેશનમાં ફિટ નથી થથી. તે પોતે એક કૂલ માણસ છે, પરંતુ તેની લાગણી અને પ્રેમ નિરાશ કરે છે. આલિયા પ્લીઝ સમજ કે તે ખૂબ જ પઝેસિવ છે. તું જ્યારે જ્યારે તેની સાથે હોય છે, ત્યારે તારા ચહેરા પરથી સ્માઈલ અને ચાર્મ ગાયબ હોય છે. હું તારી આંખોમાં ડર જોઈ શકુ છું. માય લવ, પ્લીઝ ગેટ આઉટ ઓફ ધીસ રિલેશનશિપ'

આ પણ વાંચોઃ Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

તો બીજી તરફ રણબીર અને આલિયા ભટ્ટ સમયાંતરે જાહેરમાં સાથે દેખાતા રહે છે. બંને પોતાની રિલેશનશિપનો સ્વીકાર પણ કરી ચૂક્યા છે. ભટ્ટ અને કપૂર પરિવાર પણ બંનેના સંબંધોને લઈને કમ્પર્ટેબલ છે. એવી પણ ચર્ચા છે કે જૂન 2019માં બંને સગાઈ કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 07:57 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK