સિને અવૉર્ડમાં રણબીર-આલિયાનો રોમાંસ

Apr 01, 2019, 17:10 IST

આલિયા ભટ્ટને રાજી ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને બન્ને એકબીજાને કિસ પણ કરી હતી. બન્નેનો કિસ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સિને અવૉર્ડમાં રણબીર-આલિયાનો રોમાંસ
રણબીર- આલિયાનો રોમાંસ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધોને લઈને કોઈને કોઈ વાતો અવારનવાર આવતી રહી છે. હાલમાં જ સિને એવોર્ડમાં રણબીર અને આલિયા સાથે જોવા મળ્યા હતા. રણબીર અને આલિયા એકબીજાને ગળે મળતા પણ જોવા આલિયા મળ્યા હતા. આલિયા ભટ્ટને રાજી ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને બન્ને એકબીજાને કિસ પણ કરી હતી. બન્નેનો કિસ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

એવોર્ડ સમારોહમાં રણબીર કપૂરને સંજૂ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને રણબીરને આ એવોર્ડ આલિયાએ આપ્યો હતો. એવોર્ડ આપતા આલિયા બોલી હતી કે, આ એવોર્ડ તેના ફેવરીટ રણબીર કપૂરને ફિલ્મ સંજૂ માટે જાય છે. થોડા સમયથી આલિયા અને રણબીર કપૂર ઘણીવાર સાથે જોવા મળ્યા હતા જેના કારણે છેલ્લા કેટલાક દિવસો પહેલા બન્નેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા જો કે બન્ને આ વાાતાતને અફવા ગણાવી હતી.

 

આ પણ વાંચો: બોલ્ડ અને બ્યુટીફૂલ શીતલ મફતલાલના અજબ છે ફેશન સ્ટેટમેન્ટ

 

રણબીર-આલિયાના રિલેશનને લઈને આલિયાની માતા સોની રાજદાનને પૂછાતા તેમણે આ વાતનો નિર્ણય આલિયા પર છોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બાબત આલિયાની પર્સનલ છે તે કોને ડેટ કરી રહી છે કે કોને ડેટ કરશે તે આલિયા નક્કી કરશે. હુ તેને હમેશા સપોર્ટ કરીશ. પરંતુ તેમની લાઈફને જાહેરમાં ચર્ચા કરવી ખોટી વાત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK