Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટને જન્મદિવસ પર મળી એક જોરદાર પપ્પી

આલિયા ભટ્ટને જન્મદિવસ પર મળી એક જોરદાર પપ્પી

16 March, 2020 08:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આલિયા ભટ્ટને જન્મદિવસ પર મળી એક જોરદાર પપ્પી

તસવીર સૌજન્ય નતાશા પુનાવાલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય નતાશા પુનાવાલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


આલિયા ભટ્ટનો જન્મદિવસ હમણાં જ ગયો છે અને તેની ખાસ મિત્ર નતાશા પુનાવાલાએ ઇન્સ્ટાગ્રામ પર આલિયાની એક થ્રોબેક તસવીર શેર કરી. આ તસવીરમાં આલિયા ભટ્ટના ગાલ પર તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર એને એક મજાની પપ્પી કરી રહ્યો છે. આ તસવીર સોશ્યલ મિડિયા પર ભારે વાઇરલ થઇ છે અને આલિયા રણબીરનાં ફેન્સ આ ફોટોગ્રાફની વાત કરતાં થાકતા નથી. આ ફોટોગ્રાફમાં લટકામાં ફેન્સને જોવા મળે છે મલાઇકા અરોરા અને અર્જુન કપુરની કિસ પણ. આ ફોટોગ્રાફ ન્યુયોર્કમાં લેવાયો છે.
આ ફ્રેમમાં નતાશા પણ ડોકિયું કરતી દેખાય છે. નતાશાએ તેની સખીને બર્થડે વિશ કરવા આ પરફેક્ટ રસ્તો શોધી કાઢ્યો.
આલિયા રણબીર પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે દેખાશે. પહેલાં 4થી ડિસેમ્બરે રિલિઝ થનારી આ ફિલ્મ હવે ડિલે થવાની છે એવા ખબર મળ્યાં છે. ફિલ્મમાં સાથે અમિતાભ બચ્ચન, ડિંમ્પલ કાપડિયા, મૌની રોય અને નાગર્જુન તો છે પણ સાથે શાહરૂખ ખાન પણ કેમિયો કરનાર છે. આવનારા વખતમાં આલિયા સડક-2, ગંગુબાઇ કાઠિયાવાડી અને આરઆરઆરમાં દેખાશે તથા તખ્તમાં પણ તે કામ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 08:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK